અભિનેતા ફરહાન અખ્તરની સામે CAAને લઈ કેસ દાખલ, લોકોની વચ્ચે ડર અને અરાજકતા પેદા કરવાનો આરોપ

case filed against actor farhan akhtar over seditious tweet on citizenship amendment act actor farhan akhtar ni same CAA ne lai case dakhal loko ni vache darr ane arajakta peda karvano aarop

નાગરિકતા સુધારા કાયદાને લઈ દેશના ઘણા વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે આ કાયદાની વિરૂદ્ધ ઘણા ફિલ્મસ્ટાર પણ રસ્તા પર ઉતર્યા, જેમાંથી એક અભિનેતા હતા ફિલ્મમેકર ફરહાન અખ્તર.

Image result for farhan akhtar

 

ફરહાન અખ્તરે ટ્વીટ કરીને લોકોને આ કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન કરવા માટે 19 ડિસેમ્બરના રોજ મુંબઈના અગસ્ત ક્રાંતિ મેદાનમાં બોલાવ્યા હતા. તેમને ટ્વીટમાં લખ્યું હતું કે અહીં તમારે એ જાણવાની જરૂરિયાત છે કે આ વિરોધ પ્રદર્શન મહત્વપૂર્ણ કેમ છે. 19 ઓગસ્ટે મુંબઈ સ્થિત અગસ્ત ક્રાંતિ મેદાનમાં મળીએ છીએ. માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શન કરવાનો સમય પુરો થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  INX મીડિયા કેસ: ચિદમ્બરમની અરજી પર સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી થશે

ઘણા જાણીતા ફિલ્મસ્ટારોએ 19 ડિસેમ્બરે નાગરિકતા કાયદાની વિરૂદ્ધ ફરહાન અખ્તરનો સાથ આપ્યો હતો. ત્યારે હવે ફરહાન અખ્તરના આ પ્રકારના ટ્વીટે તેમના માટે મુશ્કેલી ઉભી કરી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ કાયદાને લઈ લોકોની વચ્ચે નફરત ફેલાવવાના આરોપમાં ફરહાન અખ્તરની વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સલમાનથી લઈને અક્ષય કુમાર સુધીના બોલિવૂડ સ્ટાર્સ, એક ફિલ્મની કેટલી લે છે ફી? જુઓ VIDEO

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફરહાન અખ્તરની વિરૂદ્ધ IPCની ઘણી કલમો હેઠળ કેસ દાખલ થયો છે. ફરહાન પર આરોપ છે કે તેમને મુસ્લિમ સમુદાયને દેશની વિરૂદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે જ દેશમાં ડર અને અરાજકતાનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ મામલે અભિનેતા ફરહાન અખ્તરે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

READ  VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી બે બાળકોને મોતની સજા

 

Oops, something went wrong.
FB Comments