બગસરાના લુંઘીયા ગામે દીપડાના હુમલાની વધુ એક ઘટના, દિપડાના CCTV આવ્યા સામે

Case of man-eating leopard: Amreli Collector advises people not to enter farms after sunset

દીપડાના હુમલાની વધુ એક ઘટના ઘટી છે લુંધીયા ગામે સામે આવી હતી જ્યાં મોડીરાત્રે એક મહિલા સૂતી હતી તે દરમિયાન દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના મોઢાના ભાગે હુમલો કર્યો હતો. મહિલાએ બૂમામૂમ કરતા ઘરના સભ્યો અને આસપાસના લોકો ભેગા થઈ જતાં દીપડો ત્યાંથી જતો રહ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનો ગગડ્યો પારો

તો બીજીતરફ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડો આતંક મચાવી રહ્યો છે. જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ખેતરમાં રહેતા ખેડૂતો અને ખેતમજૂરોને સતત એ ભય રહ્યા કરે છે કે ક્યાંક દીપડો તેમના દ્વાર પર દસ્તક ન દઈ દે. કારણ કે દીપડો એટલું ખુંખાર પ્રાણી છે કે તેના સકંજામાં આવનારને તે છોડતું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'મહા' એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

અમરેલીના બગસરામાં આતંક મચાવનારા દીપડાને ઝડપી પાડો અથવા ઠાર કરોની સરકારે આ સૂચના વનવિભાગને આપી છે. છેલ્લા કેટલાક દિવસથી નેતાઓથી લઈને અધિકારીઓની ઉંઘ હરામ કરનારો દીપડો ન ઝડપાતા હવે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. દીપડાને લઈ બગસરામાં આજે ફરી કલેક્ટર અને વનવિભાગના અધિકારીઓની બેઠક છે. કલેક્ટરે કહ્યું કે- પહેલા દીપડાને જીવતો પકડવાનો પ્રયત્ન કરાશે. જો કોઈ વિકલ્પ ન બચે તો જ દીપડાને ઠાર કરવામાં આવશે.

READ  Man kills wife for property in Navi Mumbai - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments