અમદાવાદના વસ્ત્રાપુરમાંથી શિવમ અને વૃષ્ટીના ગુમ થયાની ઘટના, રેલવે સ્ટેશનના CCTV દ્વારા થયો મોટો ખુલાસો

અમદાવાદમાં વસ્ત્રાપુરના વૃષ્ટિ અને શિવમ ગુમ થવાના કેસમાં પોલીસે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વૃષ્ટિ અને શિવમ રાજસ્થાન અથવા મધ્યપ્રદેશ ગયા હોવાની પોલીસને આશંકા છે. પોલીસને આ કેસમાં કેટલીક મહત્વની કડીઓ મળી છે. જેના આધારે પોલીસને એવી શંકા છે કે તેઓ રાજસ્થાન અથવા મધ્યપ્રદેશ ગયા હશે. પોલીસને અમદાવાદ રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં બંને સાથે નજરે પડે છે. જોકે- સીસીટીવીમાં દેખાતી યુવતી વૃષ્ટિ જ છે કે નહીં તે અંગે તેની માતાએ કોઈ પુષ્ટિ કરી નથી. જેથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે. તો બીજીતરફ તેઓ ટ્રેનમાં બેસની ક્યાં ગયા છે. તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

READ  વૃષ્ટિ-શિવમ ગુમ થવાનો કેસ: માતાને ઈમેઈલ કરીને વૃષ્ટિએ માફી માગી, કહ્યું નોકરી મળી ગયી છે

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, અશોક તંવરે કોંગ્રેસમાંથી રાજીનામું

જ્યારે સ્થળ અંગે ખબર પડશે ત્યારે પોલીસ જેતે સ્થળ પર ટીમો રવાના કરીને બંનેની શોધખોળ હાથ ધરશે. જોકે પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે- વૃષ્ટિ તેના માતા-પિતાથી અલગ રહે છે. અને શિવમના માતા-પિતા પણ વિદેશમાં રહેતા હોવાથી તે એકલો રહે છે. 29 તારીખે વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી. અને 29 તારીખે રાત્રે તે ઘરે પાછી આવી હતી. ત્યારબાદ એક તારીખે બંને રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા. તેઓ સ્કૂલ ટાઈમથી એકબીજાને ઓળખતા હતા. અને તે વાતની જાણ ફક્ત વૃષ્ટિની માતાને જ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  4 women injured as auto overturns, get help from CM VIjay Rupani - Tv9Gujarati

પોલીસે આ કેસમાં શિવમના ઘરે પણ તપાસ કરી હતી. જ્યાંથી પોલીસને દારૂ અને બિયરના ટિન મળી આવ્યા છે. જેના આધારે પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે- શિવમ દારૂ અને બિયર પીતો હશે. જોકે આ અંગે પોલીસ સ્પષ્ટ નથી. પોલીસને હજુ એ પણ જાણવા નથી મળ્યું કે તેઓ શા માટે ઘરેથી જતા રહ્યા છે. જોકે પોલીસનું અનુમાન છે કે- એકલતાથી કંટાળીને બંને જતા રહ્યા હોઈ શકે છે..તો આતરફ શિવમના માતા-પિતાને પણ પોલીસે યુએસથી પૂછપરછ માટે બોલાવ્યા છે.

READ  Gujarat Fatafat : 01-05-2017 - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો બીજીતરફ સોહા અલીએ આ અંગે કેમ ટ્વીટ કર્યું હતું. તે અંગે પોલીસનો દાવો છે કે- વૃષ્ટિની માતાના કોઈ મિત્ર સોહાના સંપર્કમાં છે. અને તેણે સોહા અલીને આ અંગે જાણ કરી હતી. પોલીસનું કહેવું છે કે- જરૂર પડશે તો સોહાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments