સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

સુરતમાં નકલી નોટો મળી આવવાના કેસમાં સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્વામી સહિત ચારેય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે 11 મુદ્દા રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે 28 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં તપાસના જે મુદ્દા રજૂ કરાયા છે તેમાં, સ્વામીને સાથે રાખીને ખેડાના અંબાવ ગામે સ્થળ તપાસ કરવાની છે.

READ  રેડ ઝોનમાં પોલીસે જ સરઘસ કાઢીને કર્યું લોકડાઉનનું ઉલ્લંઘન, જુઓ VIDEO

નોટો ક્યાં ક્યાં અને કેવી રીતે સપ્લાય કરી છે તેની તપાસ, મશીન ક્યાંથી લાવ્યા અને કેવી રીતે નોટો છાપતા હતા તેની તપાસ કરવાની છે. નકલી નોટોના આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર રાધારમણ સ્વામી છે. જોકે પ્રદીપ ચોપડા નામનો આરોપી હજુ પણ ફરાર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Rajkot : School students brought in to fill empty chairs at BJP show - Tv9

 

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો!

ગળતેશ્વર પાસે અંબાવ ગામે સુખીની મુવાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી. આ રેડ બાદ પોલીસે રાધારમણ સ્વામીની નોટો છાપવાના મશીન સાથે ધરપકડ કરી છે. ત્યારે આજે રાધારમણ સ્વામી વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામીના નજીકના હોવાની ચર્ચા થઈ રહી છે. સાથે જ મંદિરનું ખાતમુહૂર્ત દેવ સ્વામીના હાથે થયું હોવાનો ફોટો પણ વાયરલ થયો છે. આ તસ્વીરોને જોતા ચર્ચા થઇ રહી છે કે, આરોપી રાધારમણ સ્વામી અને વડતાલના ચેરમેન દેવ સ્વામી વચ્ચે કોઇ આત્મિયતા છે.

READ  BJP chief Amit Shah chalking out strategies with team for Gujarat polls - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments