Category Archives: Bhakti

નવરાત્રિ: કળશ સ્થાપનના મુહૂર્ત, રીત અને સાવધાની

10 ઑક્ટોબરથી નવરાત્રિનો આરંભ થઇ રહ્યો છે. આ નવરાતમાં માતાની આરાધનાની સાથે સાથે કળશનું પણ ખાસ મહત્વ રહેલું છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. કળશની સાથે ઘણી આસ્થા સંકળાયેલી છે અને તેથી તેના સ્થાપના પણ યોગ્ય મુહૂર્તમાં જ થવી જોઇએ. કળશએ સૌથી પવિત્ર માનવામાં આવે છે. અને શુભ કાર્યની શરૂઆતમાં તેનું ખાસ મહત્વ રહેલું છે.
GHAT STHAPAN MUHURAT-gfx-04.png
કળશની સ્થાપના ‘પડવા’ (મહિનાનો પહેલો દિવસ)ના રોજ કરવામાં આવે છે. જેના માટે બુધવારે 10 ઑક્ટોબરની વહેલી સવારે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 06.30 કલાકથી 7.30 કલાક સુધીનું છે.
GHAT STHAPAN MUHURAT-gfx-03.png
પરંતુ જો તમે આ મુહૂર્ત ચુકી જાઓ છો તો નિરાશ થવાની જરૂર નથી. 12.30 કલાકથી 01.00 કલાકના મુહૂર્તમાં પણ તમે કળશની સ્થાપના કરી શકો છો. જોકે એક વાતનું ધ્યાન રાખો કે ભૂલમાં પણ કળશની સ્થાપના 9 તારીખે કરશો નહીં કારણ કે તે દિવસે અમાસ છે અને તે દિવસ શુભ માનવામાં આવતો નથી.
GHAT STHAPAN MUHURAT-gfx-04.png
નવરાત્રિના પ્રથમ દિવસે સ્નાન કરી માતાના કળશની સ્થાપના પૂર્વ દિશામાં કરો. જે માતાજીના ફોટોની સામે થવી જોઈએ. સાથે જ તેની સામે દીવો કરવા માટે પણ જગ્યા રાખવી. કળશની સ્થાપના કરો અને ત્યાં તેની ઉપર સ્વસ્તિક અને ॐ લખો. કળશની સ્થાપના પહેલાં જમીન પર સાત પ્રકારના અનાજ રાખવા. તેમજ કળશની અંદર સામાન્ય જળની સાથે ગંગાજળ, સોપારી, પાન કંકુ, ચોખા, હળદર, પુષ્પ, ચંદન નાખવા જોઇએ.
california-organic-farming-33.jpg
કળશની સ્થાપનાની સાથે જ અખંડ દીવાની પણ સ્થાપના કરવામાં આવે છે. જેને પણ નવ દિવસ સુધી પ્રજ્જવલિત રાખવો જરૂરી છે. તેના માટે ગાયના શુધ્ધ ઘીનો ઉપયોગ કરો અને દીવાની વાટને બાજુ નમેલી જ રાખો. કળશની સામે ઘંઉ અને જવારાને માટીના પાત્રમાં રોપો. જેને માતાજીનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવી અને અંતિમ દિવસે તેનું વિસર્જન કરો.
deep3.jpg
માતાને હંમેશા લાલ ફૂલ ચઢાવવાનો આગ્રહ રાખો. પરંતુ માતાજીને ભૂલમાં પણ તુલસી, દુર્વા કે આંકડો ચઢાવશો નહીં. કેમકે દુર્વા ગણેશજીને પ્રિય છે અને તુલસી વિષ્ણુને તો આંકડો હનુમાનજીને ચઢાવવામાં આવે છે.
hqdefault.jpg
Advertisements

2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી

હિન્દુ ધમમાં કુંભ મેળાનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભના પવિત્ર સ્થળ હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિકમાં સ્નાન કરવા માટે એકત્ર થાય છે. કુંભનો સંસ્કૃત અર્થ કળશ થાય છે તેમજ કુંભનું આયોજન દર 12 વર્ષના સમયગાળામાં થાય છે.
પ્રયાગમાં બે કુંભ મેળાની વચ્ચે, દર છ વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળાનો પ્રારંભ મકર સંક્રાંતિથી થાય છે. આ દિવસે જે યોગ બને છે તેને કુંભ સ્નાન યોગ કહેવામાં આવે છે. કુંભ અંગે પ્રાચીન સમયથી એવી માન્યતા રાખવામાં આવી રહી છે, કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અથવા તો ત્રણ વખત ડૂબકી લગાવવાથી તમામ જૂના પાપો પણ ધોવાઇ જાય છે. તેમજ મનુષ્યને જન્મ-પુર્નજન્મથી મૃત્યુ મોક્ષ પ્રાપ્ત થાય છે.
thumbimg
2019માં સંગમ નગરી અલ્હાબાદમાં યોજાનાર કુંભ મેળાની તારીખ જાહેર થઇ છે. જો તમે પણ તેની મુલાકાત લઈ, ત્યાં સ્નાન કરવા ઇચ્છતાં હોવ તો આ તારીખ નોંધી લેજો.
14-15 જાન્યુઆરી – મકર સંક્રાતિ(પહેલું શાહી સ્નાન)
21 જાન્યુઆરી- પોષ પૂનમ
31 જાન્યુઆરી- પોષ એકાદશી સ્નાન
04 ફેબ્રુઆરી- મૌની અમાસ (મુખ્ય શાહી સ્નાન, બીજું શાહી સ્નાન)
10 ફેબ્રુઆરી- વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
16 ફેબ્રુઆરી – મહા એકાદાશી
19 ફેબ્રુઆરી – મહા પૂનમ
04 માર્ચ – મહા શિવરાત્રી

આ રીતે ગણેશજીનું કરો ‘Eco Friendly’ વિસર્જન 

નદી-તળાવને પ્રદૂષિત થતાં બચાવવા માટે આ રીતે ગણેશજીનું કરો ‘Eco Friendly’ વિસર્જન

Screen Shot 2018-09-22 at 9.17.22 PM

તમારી સોસાયટી, શેરી, કે એપાર્ટમેન્ટમાં ગણેશજીનું વિસર્જન સાદા ટબમાં પાણી ભરીને તેમાં જ કરો. જેનાથી પાણીનું પ્રદૂષણ અટકાવી શકાશે.

dsc_0853.jpg

કેવી રીતે કરશો ઘરે જ ગણેશજીનું વિસર્જન ?
ગણેશજીની કેસરિયા ચંદન, ચોખા, દૂર્વા અર્પિત કરી કપૂર સળગાવીને તેમની પૂજા અને આરતી કરો અને મૂર્તિનું મંત્ર સાથે વિસર્જન કરી દો. હવે આ પવિત્ર પાણીને ઝાડ કે તુલસીક્યારાને પીવડાવી દો.

Screen Shot 2018-09-22 at 9.12.01 PM

આવું કરવાથી ગણેશજીની કૃપા સદૈવ તમારા પર બની રહેશે. તેમ જ તેનાથી પાણીનું પ્રદૂષણ પણ નહીં થાય.

‘Taari Aarat Kaje’ Coming Soon only on Tv9 Gujarati

‘Taari Aarat Kaje’ Coming Soon only on Tv9 Gujarati

Subscribe to Tv9 Gujarati https://www.youtube.com/tv9gujarati
Like us on Facebook at https://www.facebook.com/tv9gujarati
Follow us on Twitter at https://twitter.com/Tv9Gujarat
Follow us on Dailymotion at http://www.dailymotion.com/GujaratTV9
Circle us on Google+ : https://plus.google.com/+tv9gujarat
Follow us on Pinterest at http://www.pinterest.com/tv9gujarati/pins/a

%d bloggers like this: