Category Archives: National

અમિતાભ માટે કેમ અડધી વાયુસેના થઇ તૈનાત ?, જાણો Birthday પર તેમના જીવનના રોમાંચક કિસ્સા

બૉલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન આજે 76 વર્ષના થયા છે. આ ઉંમરે પણ તેઓ એટલાં ઍક્ટિવ રહે છે કે તેમની સરખામણીમાં આજના યંગ સ્ટાર્સ પણ પહોંચી શકે તેમ નથી. પોતાની વધતી ઉંમરની સાથે તેમના અભિનયનું કૌશલ્ય પણ વધતું જઇ રહ્યું છે. આજે તેમના જીવનની કેટલીક એવી વાતો જે ભાગ્યે જ તમે સાંભળી હશે.

66154972

-પોતાના સંઘર્ષના દિવસોમાં અમિતાભે કેટલીક રાતો મરીન ડ્રાઈવની એક બેન્ચ પર પસાર કરી હતી.

1

-અમિતાભને BBC તરફથી કરાવવામાં આવેલા સર્વેમાં ‘સ્ટાર ઓફ ધ મિલેનિયમ’ તરીકે પંસદ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને ચાર્લી ચેપ્લિન, માર્લોન બ્રાન્ડો અને લોરેન્સ ઓલિવિરને પાછળ છોડ્યા હતા.

3

-અમિતાભ બચ્ચન એમ તો મલ્ટિ ટૅલન્ટેડ સ્ટાર છે પરંતુ તેમની પાસે બંને હાથોથી લખવાની પણ ક્ષમતા છે. તેઓ એમ્બિડેક્સ્ટ્રસ છે. જેના કારણે તેઓ જમણા હાથની સાથે ડાબા હાથે પણ સરળતાથી લખી શકે છે.

Big_B

-અમિતાભ શરૂઆતના સમયમાં એન્જિનિઅર બનવા માંગતા હતા અને ભારતીય વાયુસેનામાં જોડાઇને દેશની સેવા કરવા માંગતા હતા.

khuda-gawah1

– ફિલ્મ ‘ખુદા ગવાહ’ ના અફઘાનિસ્તાનમાં શુટિંગ દરમિયાન ત્યાંના રાજાએ અમિતાભની સુરક્ષા માટે દેશની અડધી વાયુસેનાને તૈનાત કરી હતી. જે કારણે પણ આજની તારીખમાં આ ફિલ્મ અફઘાનિસ્તાનની સૌથી વધુ જોવામાં આવેલ બૉલિવૂડ ફિલ્મ છે.

66154675

– અમિતાભ બચ્ચની યાદશક્તિ ઘણી સારી છે. તેઓ કોઇની પણ બર્થડે અથવા કોઇ પણ ખાસ દિવસ ભૂલતા નથી. એટલું જ નહીં તેઓ તેમને જાતે જ વિશ કરે છે.

66154670

– અમિતાભ બચ્ચને ઘણી હિરોઇન સાથે કામ કર્યું છે પરંતુ તેમની પસંદીદા અભિનેત્રી વહીદા રહમાન છે. જે તેમને ઘણી જ સુંદર લાગતી હતી.

66154669

– લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં વૅક્સનું સ્ટૅટ્યૂ મેળવનાર પહેલાં એશિયન અમિતાભ જ હતા.

2

-1982માં ફિલ્મ કુલીના શુટિંગ વખતે જ્યારે તેમનું અકસ્માત થયું હતું ત્યારે 200 ડોનર્સ પાસેથી 60 બોટલ જેટલું લોહી તેમને ચઢાવવામાં આવ્યું હતું.

-તમને જાણીને નવાઈ લાગશે કે બિગ બીના નામે પ્રખ્યાત અમિતાભ માત્ર 25 ટકા લિવર પર જ જીવી રહ્યા છે. હેપેટાઇટિસની ઇન્ફેક્શન થવાના કારણે તેમનું 75 લિવર ખરાબ થઇ ગયું છે.

last

-અમિતાભ અને તેમની પત્ની જયા ભાદુરીની પ્રથમ મુલાકાત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઓફ ઇન્ડિયા પૂણે ખાતે થઇ હતી. જે પછી તેઓ ‘ગુડ્ડી’ ફિલ્મના સેટ પર મળ્યા હતા.

Advertisements

2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી

હિન્દુ ધમમાં કુંભ મેળાનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભના પવિત્ર સ્થળ હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિકમાં સ્નાન કરવા માટે એકત્ર થાય છે. કુંભનો સંસ્કૃત અર્થ કળશ થાય છે તેમજ કુંભનું આયોજન દર 12 વર્ષના સમયગાળામાં થાય છે.
પ્રયાગમાં બે કુંભ મેળાની વચ્ચે, દર છ વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળાનો પ્રારંભ મકર સંક્રાંતિથી થાય છે. આ દિવસે જે યોગ બને છે તેને કુંભ સ્નાન યોગ કહેવામાં આવે છે. કુંભ અંગે પ્રાચીન સમયથી એવી માન્યતા રાખવામાં આવી રહી છે, કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અથવા તો ત્રણ વખત ડૂબકી લગાવવાથી તમામ જૂના પાપો પણ ધોવાઇ જાય છે. તેમજ મનુષ્યને જન્મ-પુર્નજન્મથી મૃત્યુ મોક્ષ પ્રાપ્ત થાય છે.
thumbimg
2019માં સંગમ નગરી અલ્હાબાદમાં યોજાનાર કુંભ મેળાની તારીખ જાહેર થઇ છે. જો તમે પણ તેની મુલાકાત લઈ, ત્યાં સ્નાન કરવા ઇચ્છતાં હોવ તો આ તારીખ નોંધી લેજો.
14-15 જાન્યુઆરી – મકર સંક્રાતિ(પહેલું શાહી સ્નાન)
21 જાન્યુઆરી- પોષ પૂનમ
31 જાન્યુઆરી- પોષ એકાદશી સ્નાન
04 ફેબ્રુઆરી- મૌની અમાસ (મુખ્ય શાહી સ્નાન, બીજું શાહી સ્નાન)
10 ફેબ્રુઆરી- વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
16 ફેબ્રુઆરી – મહા એકાદાશી
19 ફેબ્રુઆરી – મહા પૂનમ
04 માર્ચ – મહા શિવરાત્રી

‘મહાત્મા’ બનવાની સફરથી લઇ ગાંધીજીની હત્યા પર બની છે આવી ફિલ્મો, જાણીને લાગશે નવાઇ!

આજે 2 ઑક્ટોબર છે જે ભારતીયો માટે માત્ર એક તારીખ કે રાષ્ટ્રીય રજાનો દિવસ નથી પરંતુ દેશના હીરો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ છે. ગાંધીજીના વિચાર અને તેમના આદર્શો પર સમગ્ર દુનિયાના નિર્દેશકો દ્વારા ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં ગાંધીજીની સત્ય, અહિંસા અને તેમની હિંમતની વાતો રજૂ કરવામાં આવી છે. આવી જ ગાંધીજીની કેટલીક યાદગાર ફિલ્મોની યાદી…

Gandhi-Richard-Attenborough-12X18-Inches-SDL165029131-1-33474

ગાંધી: 1982માં હોલિવૂડ અભિનેતા બેન કિંગ્સ્લેએ ગાંધી ફિલ્મમાં ગાંધીજીના પાત્રને જાણે જીવંત કરી દીધું હતું. બોલિવૂડમાં પણ ગાંધીની ઘણી ફિલ્મો બની છે પરંતુ આ ફિલ્મ સૌથી શાનદાર અને યાદગાર બની રહી છે. જેમાં બાપુના જીવનને આબેહૂબ રીતે વર્ણવવામાં આવ્યું છે. આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

Read: ગાંધીજીની 150મી જન્મજયંતિ: શું રહસ્ય છે ગાંધીજીના ચલણી નોટો પર રહેવા પાછળનું?

the-making-of-the-mahatma-40736c27-277b-443f-863b-b897cb824af-resize-750

ધ મેકિંગ ઓફ મહાત્મા(1996): આ ફિલ્મમાં રજત કપૂરે યુવાન મહાત્મા ગાંધીનું પાત્ર નિભાવ્યું છે. જેમાં ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલે ગાંધીજીની સાઉથ આફ્રિકાની વાતોને રજૂ કરી છે. જેમાં ભારત પહોંચવા પહેલાં ગાંધીજીના જીવનને દર્શવવામાં આવ્યું છે. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા.

Read: ગાંધીજીની 150મી જન્મજયંતિ: કેવી રીતે ગાંધીજી કહેવાયા ‘રાષ્ટ્રપિતા’ ?

hqdefault

હે રામ (2000): કમલ હસન દ્વરા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં ગાંધીજીની હત્યાનું કાવતરું દર્શાવવામાં આવ્યું છે. જે ગાંધીજીની સૌથી અલગ ફિલ્મોની શ્રેણીમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મમાં દેશના ભાગલાની વાતને ઘણી નજીકથી રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ 3 રાષ્ટ્રીય પુરસ્કાર જીતવામાં સફળ રહી હતી. જોકે ફિલ્મમાં નસીરૂદ્દીન શાહ ગાંધી બન્યા હતા જે ખાસ છાપ છોડી શક્યા ન હતા.

Read: જાણો શું છે ગાંધીજી અને સ્ટીવ જૉબ્સ વચ્ચે કનેક્શન ?, ગાંધીજીના જીવનની અન્ય રોચક વાતો માત્ર એક ક્લિક પર

hqdefault (1)

લગે રહો મુન્નાભાઇ(2006): રાજકુમાર હિરાનીએ મુન્નાભાઇ સંજય દત્તની સાથે ગાંધીજીની સૌથી અલગ પ્રકારની ફિલ્મ બનાવી હતી. જેના પરથી લોકોને ‘ગાંધીગીરી’ શબ્દ મળ્યો હતો. આ ફિલ્મમાં દિલીપ પ્રભવલકરે ગાંધીજીનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ આ ફિલ્મથી નવી પેઢીને ફરી એક વખત ગાંધીજીના આદર્શોનો અનુભવ થયો હતો. અને ગાંધીગીરી લોકોને માટે હંમેશા માટે યાદગાર બની ગયું છે.

ગાંધીજીની 150મી જન્મજયંતિ: કેવી રીતે ગાંધીજી કહેવાયા ‘રાષ્ટ્રપિતા’ ?

સમગ્ર દુનિયાને સત્ય અને અહિંસાનો પાઠ શીખવનાર મહાત્મા ગાંધી અમર થઇ ગયા છે. આજે તેમની 150મી જન્મ જયંતિ પર તેમને યાદ કરીને દેશવાસીઓને ગર્વ જરૂર થશે. આજે દેશમાં તેમનો જન્મ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વમાં તેને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

ભલે આપણે તેમને ‘રાષ્ટ્રપિતા’ કહેતાં હોઇએ પણ ભારત સરકાર તેમને રાષ્ટ્રપિતા નથી માનતી. કેન્દ્ર સરકાર તરફથી જ સૂચના અધિકાર (RTI) હેઠળ આ માહિતી આપવામાં આવી છે.

Untitled-3

દેશની આઝાદીના 70 વર્ષથી પણ વધુ થયા છે ત્યારે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવા માટે 2012માં હરિયાણાના મેવાત નિવાસી રાજુદ્દીન જંગે એક RTI કરી હતી, જેમાં તેમણે પૂછ્યું કે, દેશ વિદેશમાં તેમને કયા નામથી ઓળખવામાં આવે છે?

Read: ગાંધીજીની 150મી જન્મજયંતિ: શું રહસ્ય છે ગાંધીજીના ચલણી નોટો પર રહેવા પાછળનું?

આ RTIને PMO તરફથી ‘સાંસ્કૃતિક મંત્રાલય’ને મોકલવામાં આવી હતી. જ્યાંથી જવાબ આપવામાં આવ્યો કે, મંત્રાલયના દસ્તાવેજોમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવામાં આવી નથી. તેમજ તેના અંગે કોઇ જ પુરવા પણ મળ્યા નથી. એટલું જ નહીં સરકારી રેકોર્ડમાં તેમનું નામ મોહનાદાસ કરમચંદ ગાંધી જ છે.

national-congress_39790382-f760-11e6-aa44-d0b605bc50f5

વાસ્તવમાં ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’નું નામ સુભાષ ચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું, તેમણે પોતાના રેડિયો પરથી સંબોધન દરમિયાન ગાંધીજી માટે ‘રાષ્ટ્રપિતા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. 4 જૂન 1944માં સિંગાપોરથી રેડિયો પર પોતાનો સંદેશ આપતાં ગાંધીજીને ‘દેશના પિતા’ કહ્યાં હતા, જે પછી 6 જુલાઇ, 1944માં અન્ય એક રેડિયો પ્રસારણમાં ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ સંબોધન કર્યું હતું. જે પછી 28 એપ્રિલ, 1947માં સરોજીની નાયડુ દ્વારા પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધવામાં આવ્યા હતા.

Read: જાણો શું છે ગાંધીજી અને સ્ટીવ જૉબ્સ વચ્ચે કનેક્શન ?, ગાંધીજીના જીવનની અન્ય રોચક વાતો માત્ર એક ક્લિક પર

ગાંધીજીની 150મી જન્મજયંતિ: શું રહસ્ય છે ગાંધીજીના ચલણી નોટો પર રહેવા પાછળનું?

150મી જન્મજયંતિ પર ગાંધીજી અંગે ઘણી વાતો કરવામાં આવી રહી છે. જો કે તમે ઘણી વાતો જાણતાં હશો પરંતુ ક્યારેય તમને વિચાર આવ્યો કે દરરોજ ઉપયોગમાં લેવામાં આવતી ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો કેમ છાપવામાં આવ્યો છે? અને ગાંધીજીનો આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો હશે.? ચાલો આજે ગાંધીજીના ફોટો અંગે રસપ્રદ વાત તમને કહીએ…

તમને જાણીને નવાઇ લાગશે કે 1996માં ગાંધીજીના ફોટોવાળી નોટ ચલણમાં આવી હતી. જે પછી 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000ની જે પણ નોટ છાપવામાં આવી તેના પર અશોકસ્તંભના સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને અશોકસ્તંભનો ફોટો નોટની ડાબી બાજુ નીચેની તરફ પ્રિન્ટ કરવામાં આવે છે.1996ની પહેલાં 1987માં મહાત્મા ગાંધીનો ફોટો વોટર માર્ક તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો. જે પણ નોટની ડાબી બાજુ જ હતો. પરંતુ પછી નોટમાં ગાંધીજીનો ફોટો છાપવામાં આવી રહ્યો છે.

s-l300

RTIમાં એક ખુલ્લાસો થયો કે, 1993માં RBIને નોટની જમણી તરફ મહાત્મા ગાંધીનો ફોટો છાપવાની ભલામણ કેન્દ્ર સરકારે કરી હતી. જો કે ગાંધીના ફોટો અંગે ઘણી વખત ચર્ચા થતી રહી છે કે, તેમના સ્થાન પર અન્ય કોઇ સ્વતંત્રતા સેનાનીઓના ફોટો છાપવા અંગે પણ સૂચનો આપવામાં આવતાં રહ્યા છે.

Read: જાણો શું છે ગાંધીજી અને સ્ટીવ જૉબ્સ વચ્ચે કનેક્શન ?, ગાંધીજીના જીવનની અન્ય રોચક વાતો માત્ર એક ક્લિક પર

જો કે ગાંધીજીને વિવિધતામાં એકતાનું પ્રતિક અને તેમને રાષ્ટ્રીય પ્રતિક સ્વરૂપે માનવામાં આવે છે. તેમજ તેમને દેશના ‘રાષ્ટ્રપિતા’ની ઉપાધિ મળી છે જેથી તેમના નામ પર નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય સેનાનીઓના નામ પર ક્ષેત્રીય વિવાદ થઇ શકે છે. પરંતુ તેના પર કોઇ યોગ્ય માહિતી આપવામાં આવી નથી.

1531916530-100_Rupee_new_note

આ તરફ હાલમાં નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં જવાબ આપતાં કહ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પેનલે ગાંધીજીના સ્થાન પર અન્ય રાષ્ટ્રીય નેતાનો ફોટો ન છાપવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, મહાત્મા ગાંધીથી વધુ કોઇ પણ વ્યક્તિ દેશનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં.

હવે તમને થશે કે ગાંધીજીના આ ફોટો પાછળ શું રહસ્ય છે? આ ફોટો 1946માં પાડવામાં આવ્યો હતો અને તે ઓરિજિનલ છે. આ ફોટો ત્યારનો છે જ્યારે ગાંધીજી લાર્ડ ફ્રેડરિક પેથિક લોરેન્સ વિક્ટ્રી હાઉસમાં આવ્યા હતા.

gandhi_08-555_100117115338

જાણો શું છે ગાંધીજી અને સ્ટીવ જૉબ્સ વચ્ચે કનેક્શન ?, ગાંધીજીના જીવનની અન્ય રોચક વાતો માત્ર એક ક્લિક પર

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે જીવત હોત તો તેઓ 150 વર્ષના થયા હોત. આજની પેઢીને મહાત્મા ગાંધી અંગે સાંભળીને કે વાંચીને ચોક્કસ નવાઈ લાગશે. ગાંધીજીના જન્મ પર આજે તેમના જીવનની કેટલીક રોચક વાતો જાણીને તમને ખરેખર નવાઈ લાગશે.

1. શાંતિના પ્રતિક સમાન મહાત્મા ગાંધીનું નામ પાંચ વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૂચવવામાં આવ્યું હતું પરંતુ તેમને ક્યારેય આ પુરસ્કાર મળ્યો ન હતો.

G-1

2. ગાંધીજી દ્વારા આપવામાં આવેલા નાગરિક અધિકારના કાયદાનો 4 ઉપખંડો અને 12 દેશોએ સ્વીકાર કર્યો છે.

G-6

3. ગાંધીજીએ આઝાદીની લડત 12 હજાર દિવસ એટલે કે 27 વર્ષ સુધી ચળવળ ચલાવી હતી, પરંતુ આઝાદીના ખુલ્લા વાતાવરણમાં તેઓ માત્ર 168 દિવસ જ શ્વાસ લઈ શક્યા હતા. કારણ કે દેશ 15 ઓગસ્ટ 1947ના આઝાદ થયો અને તેમનું 30 જાન્યુઆરી 1948ના રોજ અવસાન થયું હતું.

2017_9$largeimg28_Sep_2017_081743970

4. વકીલાતમાં ભલે પોતાનો પહેલો જ કેસ હારી ગયા હતા પરંતુ દક્ષિણ આફ્રિકામાં તેમની વાર્ષિક આવક 15 હજાર ડૉલર સુધી પહોંચી હતી, જ્યારે કે આજે 99 ટકા ભારતીયોની વાર્ષિક આવક તેનાથી ઓછી છે.

G-2

5. ગાંધીજીએ જેમની સામે આઝાદીની લડત લડી હતી તે જ બ્રિટેન દ્વારા તેમના માનમાં 1969માં એટલે કે તેમની 21મી પુણ્યતિથી પર સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

G-5

6. ગાંધીજી દરરોજ 18 કિ.મી ચાલતા હતાં. જો તેમના જીવનકાળની ગણતરી કરવામાં આવે તો આ પ્રમાણે તેઓ પોતાના જીવનમાં દુનિયાના 2 ચક્કર લગાવી શક્યા હોત.

MKGandhi-and-his-spinning-wheel-Margaret-Bourke-White-1946

7. ગાંધીજીને અહિંસાના બોધ બોએર યુદ્ધમાંથી મળ્યો હતો. જેમાં તેમણે દક્ષિણ આફ્રિકા તરફથી ભાગ લીધો હતો. જેમાં લોકોની સ્થિતિ જોઇને તેમને ઘણું દુખ થયું હતું અને તેમણે અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો.

G-7

8. પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ દુનિયાના ઘણાં મહાન લોકો સાથે પત્રવ્યવહાર કર્યો છે. જેમાં હિટલરથી લઇ વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનનો સમાવેશ થાય છે.

G-8

9. દેશને આઝાદી મળી ત્યારે નેહરૂજીએ અડધી રાત્રે આપેલા પોતાના પ્રથમ ભાષણની ઉજવણીમાં ભાગ લેવા માટે ગાંધીજી પહોંચ્યા ન હતા. તેના બદલે તેમણે કોલકાતામાં ઉપવાસ કર્યો હતો.

qui_647_080816095420

10. એપ્પલના સ્ટીવ જૉબ્સ ગાંધીજીના સૌથી મોટા પ્રશસંક હતા. જેના માનમાં જ તેમણે પણ પોતાના ચશ્માની ફ્રેમ ગાંધીજી અનુરૂપ રાઉન્ડ આકારની જ રાખી હતી.

download

11. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય હવાઈપ્રવાસ કર્યો ન હતો. એટલું જ નહીં, આખા ભારતનું ભ્રમણ કરનાર અને ઇંગ્લેન્ડથી લઇ દક્ષિણ આફ્રિકા સુધી જનાર ગાંધીજી કદી પણ અમેરિકા ગયા ન હતા.

G-2

12. ગાંધીજી નક્લી દાંતનો ઉપયોગ કરતાં હતા. જો કે તેઓ માત્ર જમવા માટે જ નકલી દાંતનો ઉપયોગ કરતાં હતા અન્યથા નક્લી દાંત ધોતીમાં વિંટાળીને રાખતાં હતા.

G-14

13. ગાંધીજીએ પોતાના સમગ્ર જીવનકાળમાં કોઇ પણ સત્તાધારી પદ લીધું જ નથી. એટલું જ નહીં તેમણે આઝાદી પછી કોંગ્રેસને નાબૂદ કરવાની પણ રજૂઆત કરી હતી.

14. ગાંધીજીની મદદથી ડરબન પ્રિટોરિયા અને જ્હોનિસબર્ગમાં 3 ફૂટબોલ કલબની રચના કરવામાં આવી હતી. જેના નામ પેસિવ રેઝિસ્ટર સોકર કલબ રાખવામાં આવ્યું હતું.

G-17

15. દેશમાં કુલ 53 મહત્વપૂર્ણ રોડ અને દેશની બહાર કુલ 48 રોડના નામ મહાત્મા ગાંધી પરથી રાખવામાં આવ્યા છે.

download (1)

16. દેશ આઝાદ થયો ત્યારબાદ પત્રકારો ગાંધીજી પાસે આવ્યા અને અંગ્રેજીમાં વાત કરવા લાગ્યા હતા પરંતુ તેમણે તેમને રોક્યા અને કહ્યું હવે મારો દેશ આઝાદ થયો છે અને હું પોતાની હિન્દી ભાષામાં જ બોલીશ.

17. ગાંધીજીને 125 વર્ષ સુધી જીવવાની ઇચ્છા હતી પરંતુ દેશ આઝાદ થયા પછી 2 ઑકટોબર 1947ના પોતાના જન્મદિવસ પર તેમણે કહ્યું કે, હવે મારે વધુ જીવવું નથી. મારા બોલનું વજન નથી રહ્યું.

G-12

18. ગાંધીજીની શબ યાત્રા 8 કિમી લાંબી હતી, જેમાં 10 લાખ લોકો પગપાળા ચાલી રહ્યા હતાં, જ્યારે 15 લાખ લોકો રોડ પર ઊભા હતા.

G-3

‘સ્વછતા, સર્જિકલ સ્ટ્રાઇક અને સ્ત્રી સશક્તિકરણ’નો સમન્વય બન્યું ‘મન કી બાત’, જાણો શું કહ્યું PM મોદીએ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓ સામે પોતાના વિચારો વ્યક્ત કર્યાં. મન કી બાતની 48મી શ્રેણી છે. કાર્યક્રમની શરૂઆત કરતા તેમણે કહ્યું કે, દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો અને સેનાના જવાનો પર ગર્વ છે. પ્રત્યેક ભારતીય, પછી ભલે તે ગમે તે ક્ષેત્ર હોય, જાતિ, ધર્મનો કેમ ન હોય પરંતુ આપણા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અને સમર્થન અભિવ્યક્ત કરવા માટે હંમેશા તત્પર રહે છે.

મન કી બાતના મહત્વના મુદ્દા:-

 • ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ ગઇકાલે પરાક્રમ પર્વ ઊજવ્યો હતો. આપણે 2016માં થયેલી તે સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર આતંકવાદની આડમાં પ્રોક્સી વૉરની દૃષ્ટતા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
 • દેશના સૈનિકો તેમને જડબાતોડ જવાબ આપશે જે આપણા દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે. ભારત હંમેશાં શાંતિપ્રિય દેશ રહ્યો છે, પરંતુ દેશના સાર્વભૌમત્વને દાવ પર લગાવીને આપણે આવું બિલકુલ નહીં કરીએ.
 • પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાનોને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વારસાની યાદ અપાવે છે, તેમજ દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રેરિત પણ કરે છે.
 • 8 ઑક્ટોબરે આપણે વાયુસેના દિવસ ઊજવીએ છીએ. 1932માં 6 પાયલટ અને 19 વાયુસૈનિકોની સાથે એક નાનકડી શરૂઆત કરીને આપણી વાયુસેના આજે 21મી સદીની સૌથી સાહસિક અને શક્તિશાળી એરફોર્સમાં સામેલ થઈ ચૂકી છે.
 • દેશમાં જેન્ડર ઇક્વૉલિટી એટલે કે સ્ત્રી-પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવામાં એરફોર્સે મિસાલ કાયમ કરી છે. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નથી. સ્ત્રીશક્તિનું પણ એટલું જ યોગદાન છે.
 • આ વર્ષે 2 ઑક્ટોબરનું વિશેષ મહત્વ છે. હવેથી 2 વર્ષ માટે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે વિશ્વભરમાં અનેક કાર્યક્રમો કરવાના છીએ. મહાત્મા ગાંધીના વિચારે આખી દુનિયાને પ્રેરણા આપી છે.
 • બાપુની સાથે આપણે દેશના પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીજીની પણ જયંતી ઊજવીશું. શાસ્ત્રીજીનું નામ આવતાં જ આપણા ભારતવાસીઓના મનમાં એક અસીમ શ્રદ્ધાનો ભાવ ઉમટે છે. તેમનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક દેશવાસીને હંમેશાં ગર્વથી ભરી દે છે.
 • 15 સપ્ટેમ્બરથી દેશમાં ! સ્વચ્છતા જ સેવા’ અભિયાનનો પ્રારંભ થયો. કરોડો લોકો આ અભિયાન સાથે જોડાયા અને મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે દિલ્હીના આમ્બેડકર સ્કૂલમાં બાળકો સાથે સ્વચ્છતા શ્રમદાન કરી શકું. હું તે શાળામાં ગયો જેનો પાયો પૂજ્ય બાબાસાહેબે પોતે રાખ્યો હતો.
 • સ્વચ્છ ભારત મિશન ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક સફળ કહાની બની ચૂક્યું છે. જેના અંગે દરેક વ્યક્તિ વાત કરી રહી છે. આ વખતે ભારત ઈતિહાસમાં દુનિયાનું સૌથી મોટુ સ્વચ્છતા સંમેલન આયોજિત કરી રહ્યું છે. જેને ‘મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન’ નામ આપવામાં આવ્યું છે.
 • અમે શાંતિમાં વિશ્વાસ કરીએ છીએ અને તેને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ સન્માન સાથે સમાધાન કરીને કે રાષ્ટ્રની સંપ્રભુતાની કિંમત પર કદાપી નહીં. ભારત હંમેશથી શાંતિ માટે વચનબદ્ધ અને સમર્પિત રહ્યું છે.
 • 31 ઑક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ પર રન ફોર યુનિટીનું આયોજન થાય છે. આ વર્ષે પણ તમારા પ્રયત્નથી એકતા માટે દોડનું આયોજન કરો.
 • આ સાથે જ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને વિજ્યદશમી, નવરાત્રી અને દશેરાની શુભેચ્છા પાઠવી છે.

લગ્નેત્તર સંબંધો પર દુનિયાના વિવિધ દેશોના ચિત્ર-વિચિત્ર કાયદાઓ

સુપ્રીમ કોર્ટે આજે વ્યભિચાર એટલે કે એડલ્ટરી (કલમ 497) પર દંડનાત્મક કાર્યવાહીની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર ચુકાદો આપ્યો. કોર્ટે એડલ્ટરીને અપરાધ ગણવાનો ઈન્કાર કરી દીધો છે. હવે, IPCની કલમ 497ને હવે નાબૂદ કરી દેવાઈ છે.

કોર્ટે આ ચુકાદામાં નોંધ કરી કે, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ પ્રકારનો કોઈ જ કાયદો નથી. હવે જયારે ભારતમાં વ્યભિચાર પર ચુકાદો આપ્યો ત્યારે દુનિયાના અન્ય દેશોમાં શું છે સ્થિતિ તે પણ જાણીએ…

 • જો એશિયાની વાત કરવામાં આવે તો ભારત સિવાય ફક્ત ત્રણ દેશો દક્ષિણ કોરિયા, ફિલીપાઈન્સ અને તાઈવાનમાં લગ્નેત્તર સંબંધને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
 • જાપાનમાં 1947માં આ સંબંધને અપરાધની શ્રેણીમાં બહાર કર્યો 

મુસ્લિમ દેશમા લગ્નેત્તર સંબંધ અપરાધની શ્રેણીમાં છે, જેમાં સાઉદી અરબ, પાકિસ્તાન અને સોમાલિયા સહિતના દેશનો સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ ત્યાં ગંભીર સજાની જોગવાઈ પણ છે.

 • પાકિસ્તાનમાં આવા સંબંધો બે કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે. ગંભીર અપરાધ માટે પથ્થરથી મારી-મારીને મોત કે પછી 100 કોરડા જાહેરમાં ફટકારવામાં આવે છે. બીજી કેટેગરીમાં દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
 • સાઉદી અરબમાં પથ્થર મારી-મારીને મૃત્યુ આપવાની સજા છે.
 • સોમાલિયામાં પણ પથ્થરથી મારી-મારીને મોત આપવામાં આવે છે.
 •  અફઘાનિસ્તાનમાં જાહેરમાં 100 કોરડાં ફટકારવામાં આવે છે.
 • ઈરાનમાં ફાંસીની સજા આપવામાં આવે છે.
 • ઈજિપ્તમાં મહિલાઓને બે વર્ષની અને પુરુષોને છ મહિનાની જેલની સજાની જોગવાઈ છે.

પશ્ચિમ દેશોની જો વાત કરવામાં આવે તો અમેરિકાના 21 રાજ્યોમાં લગ્નેતર સંબંધ ગેરકાનૂની છે. ન્યૂયોર્ક સહિત કેટલાક રાજ્યમાં દગો આપવા માટે સામાન્ય સજા છે. ઈદાહો, મૈસાચુસટ્સ, મિશિગન, ઓકલાહોમા અને વિસોકોસિન જેવા રાજ્યોમાં ગંભીર અપરાધ માનવામાં આવે છે અને જે અંતર્ગત આજીવન જેલની સજા સુધીની જોગવાઈ છે.

યુરોપ અને દક્ષિણ અમેરિકન દેશોના કેટલાક દેશ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં લગ્નેતર સંબંધને અપરાધ માનવામાં આવતા નથી.

જાણો કેમ રાજ્યની તમામ દવાની દુકાનો 28 તારીખે રહેશે બંધ, જરૂરી દવા ખરીદી લેજો

કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવાના વેચાણને મંજૂરી આપવાના નિર્ણયના વિરોધમાં આગામી 28મી સપ્ટેમ્બરે એટલે કે શુક્રવારે કેમિસ્ટની દેશવ્યાપી હડતાળમાં રાજયના તમામ કેમિસ્ટ્સ પણ બંધ પાળશે.

ઓનલાઈન દવાના વેચાણને મંજૂરી આપવામાં આવતા દેશભરના આશરે 9 લાખ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટની રોજગારી પર સીધી અસર થશે. આ ઉપરાંત ઓનલાઈન દવાના વેચાણથી ગેરકાયદે દવાનું વેચાણ વધવાની પણ ભીંતી સેવાઈ રહી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ની સામાન્ય સભા મળી હતી. હોદ્દેદારોએ ઓનલાઈન દવાના વેચાણના મંજૂરીના નિર્ણયને વખોડી નાખ્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં આગામી ૨૮મી તારીખે એટલે કે શુક્રવારે કેમિસ્ટ દેશવ્યાપી હડતાળ પાડવાના છે તેમાં રાજયના તમામ કેમિસ્ટ પણ જોડાશે.

રાજ્યભરના 35 હજાર કેમિસ્ટ પણ દેશવ્યાપી બંધમાં જોડાઈને રાજયમાં સજ્જડ બંધ પાળશે જે માટે દર્દીઓએ જરૂરિયાત મુજબ દવાની આગોતરી વ્યવસ્થા કરી લેવાની પણ તાકીદ કરાઈ હતી.

અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર, દિલ્હી જેવા રાજ્યોમાં ઓનલાઈન દવાનું વેચાણ કરતી કંપનીઓ સામે સંખ્યાબંધ ફરિયાદો સામે આવી છે. વિશ્વના અન્ય કોઇ પણ દેશમાં ઓનલાઈન મેડિસિનનું વેચાણ થતું નથી.

જાણો ક્યાં આધારકાર્ડ વગર તમારું કામ હજી અટકશે અને ક્યાં હવે ફરજિયાત નથી?

કયા કામમાં હજી પણ આધાર કાર્ડ જરૂરી છે?
1. પાન કાર્ડ બનાવવું આધાર કાર્ડ વગર શક્ય જ નથી.

663639-pancard-aadhaarcard-032318
2. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધાર નંબર અનિવાર્ય છે.
3. સરકારની નાણાંકીય યોજના અને સબસિડી મેળવવા માટે આધાર કાર્ડની જરૂર રહેશે.

કયા કામમાં આધારકાર્ડ જરૂરી નથી?
1. નવા સિમ કાર્ડ માટે મોબાાઇલ કંપની તમારી પાસે આધાર માગી શકશે નહીં
2. બેન્ક એકાઉન્ટ આધાર વગર જ ખોલી શકાશે.
3. બાળકોનું શાળામાં પ્રવેશ કરવવા માટે પણ આધાર કાર્ડની કોઇ જરૂર રહેશે નહીં.

Aadhar Card Camp In Delhi
4. CBSE, NEET અને UGCની પરીક્ષા માટે આધારની જરૂર રહેશે નહીં.
5. 14 વર્ષથી નાના બાળકોને આધાર કાર્ડ ન હોવાના કારણે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓથી દૂર રાખી શકાશે નહીં.
6. હવે ઇ-કોમર્સ કંપની, પ્રાઇવેટ બેન્ક અથવા અન્ય કોઇ પણ સંસ્થા આધારની માંગણી કરી શકશે નહીં.

%d bloggers like this: