સુરતના લીંબાયત વિસ્તારમાં યુવકની છરી મારીને હત્યા, સમગ્ર ઘટનાના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવકની છરી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગોદાદરા કલ્પના સોસાયટી પાસે હત્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં બાઈક પર આવેલા શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો અને યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું.

હત્યા બાદ બાઈક પર આવેલા શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક શખ્સો યુવકને પકડી તેના પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે. હાલ તો CCTVને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

READ  પુલવામા હુમલાના શહીદ જવાનોને સુરત પોલીસે મૌન પાળીને આપી ભાવભીની શ્રદ્ધાજંલી

આ પણ વાંચો: સુરતના ખટોદરા પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતનો કેસ, પોલીસે સોનુ યાદવ નામના શખ્સને સાક્ષી બનાવીને તપાસ શરૂ કરી

 

 

 

FB Comments