સુરતમાં દુકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ CCTVમાં કેદ, જૂઓ આ VIDEO

સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી કરિયાણાની દુકાનમાં મહિલા ગેંગ દ્વારા ચોરી કરવામાં આવી છે. તે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

સુરતમાં મહિલા ગેંગ ફરી એક વખત સક્રિય થઈ છે. આ મહિલા ગેંગ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બેખૌફ બની લૂંટની ઘટનાને અંજામ આપી રહી છે. શહેરના ડુમસ રોડ પર આવેલી કરિયાણાની દુકાનમાં 2 થી વધુ મહિલાઓ ગ્રાહક બની પ્રવેશ કરે છે. ત્યાર બાદ વેપારી અને અન્ય ગ્રાહકોની નજર ચુકવીને દુકાનમાં રહેલા માલ-સામનની ચોરી કરી રફુચક્કર થઈ જાય છે.

 

READ  Rajkot: 48 hours of ultimatum given to RMC & traffic police to demolition illegal constructions- Tv9 Gujarati

CCTVમાં ચોરીની આ સમગ્ર ઘટના કેદ થઈ છે. જેમાં મહિલાઓ દેશી ઘી, ઉપરાંત અન્ય વસ્તુઓની ચોરી કરતી નજરે ચડી છે. દુકાનના વેપારીએ ચોરીની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધવી હતી. પોલીસે મહિલા ગેંગને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઈવે પર 2 ટ્રેલર સામસામે અથડાતા લાગી આગ, 2 લોકોના મોત

Oops, something went wrong.
FB Comments