વાઘોડીયામાંથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મીડિયા સાથે ગેરવર્તન અને કેમેરો ઝૂંટવવાની કોશિશ

Caught on Camera BJP MLA Madhu Srivastava misbehaving with mediamen

અધિકારીઓ કામ નથી કરતાની ફરિયાદ સાથે આજે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા સામે આવ્યા. અને મૂર્તિ બનાવવાની પરવાનગીની ફાઇલ કેટલાક અધિકારીઓ દબાવીને બેઠા હોવાની ફરિયાદ કરી. જોકે આ મામલે મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા માટે પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અને રીતસર મીડિયાકર્મીનો કેમેરો છીનવવાનો પ્રયાસ કરીને હાથ પકડીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે ભાન ભુલેલા મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી. અને લુખ્ખાઓને પણ ન શોભે તેવી ભાષાનો પ્રયોગ કર્યો. ત્યારે અહી સવાલ એ સર્જાય કે એક ચૂંટાયેલા પ્રતિનિધીને આવી ભાષા શોભે ખરી. મધુની માગને વાચા આપવાનો પ્રયાસ કરતા મીડિયાકર્મીઓ સમક્ષ જ કેમ મધુ ગેરવર્તણૂક કરી રહ્યા છે.

READ  લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયો શાંત, જાણો 19મેના રોજ છેલ્લાં તબક્કામાં કેટલાં રાજ્યોમાં કેટલી બેઠકો પર યોજાશે મતદાન?

આ પણ વાંચોઃ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણીનો Audio વાઈરલ

જોકે એવું નથી કે મધુનો પિત્તો પહેલીવાર ગયો હોય. ગઇકાલે પણ મધુ શ્રીવાસ્તવે ટીવી9 સાથે પણ લુખ્ખાગીરી કરી. અને કેમેરો તોડી નાખવાની ધમકી આપી. સાંભળો શું કહી રહ્યા છે વાધોડીયા ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.

READ  શું તમારાથી ગુસ્સામાં કોઈને આમ કહેવાઈ ગયું, ‘હું તને જોઈ લઇશ’ ? DON'T WORRY, આ કોઈ ગુનો નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments