વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

government-agencies-biggest-defaulter-of-air-india-to-tune-of-268-crore-rupees-refuses-tickets says air india

ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એકને આગામી ત્રણ દિવસોની અંદર ભારત પરત લાવી શકે છે.

એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક લાંબા અંતરના ઍર ઇંડિયાના બોઇંગ વિમાનને તૈયાર કરાઈ રહ્યું છે. આ વિમાનમાં સીબીઆઈ તથા ઈડીના અધિકારીઓ જશે. આવું માનવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં મેહુલ ચોકસી અને જતિન મેહતાને ભારત લાવવામાં આવશે.

READ  મુંબઈના 3 યુવાનોએ પોલીસ જવાનને શીખવ્યા ટ્રાફિકના પાઠ, જુઓ VIDEO

આ પણ વાંચો : SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

નોંધનીય છે કે જતિન મહેતા અને મેહુલ ચોકસી હાલમાં કૅરેબિયન દેશોના નાગરિકો બની ગયા છે. જતિન મહેતા સેંટ કિટ્સ એન્ડ નેવિસનો નાગરિક છે, તો મેહુલ ચોકસીએ એંટીગુઆ એન્ડ બારબુડાનું નાગરિકત્વ લઈ લીધું છે.

READ  મોદીના આ ‘શત્રુ’ને મળશે ‘મમતા’ની સજા, ભાજપે કહ્યું, ‘આવા લોકોએ પક્ષ અને પ્રજાના વિશ્વાસ સાથે દગો કર્યો છે’

આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બે ભાગેડુઓને લાવવા માટે જનાર વિશેષ વિમાનમાં 20 અધિકારીઓ અને ત્રણ જોડી પાયલૉટ જશે. ભારતથી વેસ્ટઇંડીઝની ઉડાન ભર્યા બાદ આ વિમાન 14 કલાક બાદ દેશમાં વાપસી કરશે. જોકે તપાસ એજન્સીઓએ આ આખું મિશન ગુપ્ત રાખ્યું છે.

READ  રાજકોટ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરનારાની ખેર નથી, કોર્પોરેશને મોકલાવ્યો પ્રથમ ઈ-મેમો

[yop_poll id=824]

Oops, something went wrong.
FB Comments