બોફોર્સને મામલે વધુ તપાસ કરવા CBIએ ટ્રાયલ કોર્ટમાં પરવાનગી માગતી અરજી કરી

CBIએ બોફોર્સની તપાસને ફરીથી કરવા માટે ટ્રાયલ કોર્ટની પરવાનગી માગી છે. આ મામલે CBIએ રોજ એવન્યુ કોર્ટ, દિલ્હીમાં અરજી કરીને વધુ તપાસ માટે પરવાનગી માંગી હતી. પરંતુ અદાલતે કહ્યું કે આ બાબતે પરવાનગી મેળવવાની કોઈ જરૂર નથી. તમે અદાલતને જાણ કરી તે પૂરતું છે.

આ પણ વાંચો: ભારતની ત્રણેય સેનામાંથી કમાન્ડોની બનેલી આ નવી ફોર્સ આતંકવાદીઓનો કરશે ખાતમો

બોફોર્સ કૌભાંડનો ખુલાસો 1987માં થયો હતો. તે સમયે તત્કાલીન રાજીવ ગાંધી સરકાર પર સ્વીડિશ કંપની બોફોર્સને ભારતીય સૈન્યને તોપોની સપ્લાય માટે 64 કરોડ રૂપિયાની દલાલી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી રાજીવ ગાંધીની સરકાર બદલાઈ ગઈ હતી.

 

READ  જેહાદી કેસનો વોન્ડેટ આરોપી 16 વર્ષ બાદ ATS અને ક્રાઈમબ્રાંચના સકંજામાં

કથિત રીતે 1987માં સ્વીડિશ રેડિયો પર પ્રથમ વખત આ બાબતે ખુલાસો થયો હતો.એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઇટાલિયન બિઝનેસમેન ઓતાવીયો ક્વાત્રોક્કી જે રાજીવ ગાંધી પરિવારના નજીક હોવાનું કહેવામાં આવ્યું હતું. તેણે આ કિસ્સામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.તેના બદલામાં તેને દલાલીની રકમનો મોટો હિસ્સો મળ્યો હતો. કુલ 400 બોફોર્સ તોપની ખરીદી 1.3 અરબ ડોલરની હતી. એવો આરોપ છે કે સ્વીડનની હથિયાર કંપની બોફોર્સે ભારત સાથેના આ સોદા માટે 1.42 કરોડ ડોલરની લાંચ આપી હતી.

READ  VIDEO: સાઉદી અરેબિયમાં વર્ક પરમીટ રિન્યૂ ન થતા 15 ગુજરાતીઓ સહિત દેશના 63 જેટલા લોકો ફસાયા

 

Kutch: Indian Army organises arms and ammunition exhibition ahead of Republic Day| TV9News

FB Comments