લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!

23મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે અને તેના એક દિવસ પહેલા UPના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવને CBIએ ક્લીન ચીટ આપી છે. CBI તરફથી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં એક સોગંધનામું રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં કોઇ પ્રકારના નક્કર પૂરાવા ન મળવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વર્ષ-2005માં કોંગ્રેસની સરકાર હતી તે દરમિયાન મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સામે કોંગ્રેસ નેતા વિશ્વનાથ ચતુર્વેદીએ આવકથી વધારે સંપતિનો કેસ કર્યો હતો. આ કેસ અંગે વિશ્વનાથ ચતુર્વેદીએ એક PIL દાખલ કરી CBI તપાસની માંગ કરી હતી ત્યારબાદ વર્ષ-2007માં સુપ્રીમ કોર્ટે CBIને તપાસના આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસ અંગેના તપાસના રિપોર્ટ વર્ષ-2019માં રજૂ કરવાનું કહ્યુ હતું.

READ  VIDEO: હરેન પંડ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, હરેન પંડ્યા કેસમાં ફરીથી તપાસ નહીં થાય

 

 

અખિલેશ યાદવ CBI તપાસને લઇને ઘણી વખત કોંગ્રેસ પર હુમલાઓ કરી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ પર તેની વિરોધી પાર્ટીઓ સામે ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યા હતો. અખિલેશ યાદવે થોડા સમય પહેલા જ કહ્યુ હતું કે કોંગ્રેસનું કામ દગો દેવાનું છે, ભાજપની જેમ જ કોંગ્રેસ પણ તેની વિરોધી પાર્ટીઓને ડરાવે છે.

READ  ઈન્ડિયન બેંક પોતાના ATMમાં હવે 2 હજાર રૂપિયાની નોટને લોડ કરશે નહીં

 

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોનું એગ્ઝિટ પોલ, કોની થશે જીત અને કોની થશે હાર

 

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર CBIની એક અન્ય કેસની પણ તપાસ ચાલી રહી છે. UPમાં ગેરકાયદેસર માઇનિંગ કેસમાં કરેલા ગોટાળાને લઇને તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો અને CBIએ તેમની પૂછપરછ કરી હતી.

READ  મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

 

Oops, something went wrong.
FB Comments