બિહાર શેલ્ટર હોમ કેસમાં CBIને શ્મશાનમાં ખોદાઈ કરતા હાડકાંની પોટલી મળી આવી, સુપ્રીમ કોર્ટમાં ખુલાસા બાદ સનસની

બિહાર શેલટરહોમ કેસમાં દર્દનાક ખુલાસો, CBIને શ્મશાન ઘાટ પરથી હાડકાંઓની એક પોટલી મળી આવી હોવાનો ખુલાસો સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્યો

મુઝફફરનગરના શેલટરહોમ કેસમાં દર્દનાક ખુલાસો સામે આવ્યા છે. CBIએ સુપ્રીમ કોર્ટમાં એક મોટો ખુલાસો કર્યો છે. CBIને શ્મશાન ઘાટ પરથી હાડકાંઓની એક પોટલી મળી આવી છે. આ સમાચાર સામે આવતાની સાથે લોકોમાં ચકચારી મચી છે. કથિત રીતે જોઈએ તો CBI મુજબ બ્રિજેશ ઠાકુર અને તેના સાથીઓએ 11 યુવતીઓની હત્યા કરી હતી.

READ  વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનું નિધન, 3 મહિનાથી એઈમ્સમાં લેતા હતા સારવાર

CBIએ સુપ્રીમમાં દાખલ કરેલા સોંગદનામામાં 11 યુવતીના નામ જણાવ્યા છે. જેની હત્યાનો કથિત રીતે આક્ષેપ બ્રિજેશ ઠાકુર અને તેના સાથીદારો પર કરવામાં આવ્યો છે. CBIએ કહ્યું કે એક આરોપીના નિશાન-પુરાવા આધારે શ્મશાન ઘાટમાં એક ખાસ જગ્યાએ ખોદકામ કરાયું હતું.

 

સમગ્ર મામલે રાજનીતિની શરૂઆત તો કેસ સામે આવ્યો ત્યારે જ થઈ ચૂકી હતી. ત્યારે RJD નેતા તેજસ્વી યાદવે એક સાથે 4 ટવીટ દ્વારા નરેન્દ્ર મોદી અને બિહારની સરકાર ચલાવી રહ્યા નીતિશ કુમાર પર પ્રહાર કરી દીધા હતા. તેજસ્વીએ કહ્યું કે મોદીજી ચૂંટણીનો પ્રચાર કરવા બિહારમાં આવશે પણ આવી દર્દ ભરેલી હત્યાઓ વિશે એક શબ્દ બોલશે નહીં.

READ  ભારતનું 'અપાચે' છે દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર, જુઓ કેવી છે તેની તાકાત?

Dates of Gujarat assembly by-polls likely to be announced, today | Tv9GujaratiNews

FB Comments