ઘંટેશ્વર પાર્ક નજીક રોંગ સાઈડમાં બાઈક ચલાવવાની સજા મળી મોત, સીસીટીવીમાં ઘટના કેદ

ટ્રાફિકના નિયમ નહીં પાળો તો ગમે ત્યારે મોતની અડફેટે ચડી જશો. કેમ કે રાજકોટમાં આવો જ એક કિસ્સો આવ્યો છે કે, જ્યાં રોંગ સાઈડમાં બાઈક ચલાવી રહેલા બાઈકસવારને જીવ ખોવાનો વારો આવ્યો છે. ઘંટેશ્વર પાર્ક નજીક બનેલી મોતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાઈકસવાર રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

READ  VIDEO: પંચમહાલના ખેડૂતો કેમ કરી રહ્યાં છે GIDCને જમીન ફાળવવાનો વિરોધ?

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ભાજપનું ‘તીડ’ ઉડાવો અભિયાન…ગુજરાત પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ થાળી વગાડી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બિલકુલ થોડી સેકન્ડો બાદ સામેની બાજુએથી એક બાઈકસવાર બેફિકર થઈને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરે છે અને તે જ સમયે સામેથી ધસમસતી એક કાર આવે છે અને બાઈકસવારને ટક્કર મારે છે. આ ટક્કરથી બાઈકસવાર બાઈક સહિત ફંગોળાયો અને તેની ઝપેટમાં અન્ય એક બાઈકસવાર પણ આવી ગયો છે. સમગ્ર ઘટનામાં એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

READ  VIDEO: અંકલેશ્વર નજીક ભરૂચીનાકા ખાતે ભંયકર અકસ્માત, આઠ વર્ષનો બાળક કારની અડફેટે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments