રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ થઈ છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO

વડોદરાના ગોરવા વિસ્તારમાં 2 રિક્ષાચાલકો વચ્ચે ખતરનાક મારામારી થઈ ગઈ. સામાન્ય વાતે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે મામલો હવે પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે. વાત હતી ફક્ત ગેસ પુરાવા બાબતની, જેને લઈ પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદમાં મારામારીમાં પરિણમી. 2 રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ ખતરનાક મારામારી થઈ ગઈ. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 1 યુવક પર રિક્ષાચાલક સહિત તેના મિત્રો તેના પર તૂટી પડે છે. કોઈ લાતો મારે છે, તો કોઈ લાફાનો વરસાદ કરે છે. રિક્ષાચાલકે જ રિક્ષાચાલકને એટલો માર માર્યો કે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પીડિત રિક્ષાચાલકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

READ  ડાકોરમાં ભગવાન રણછોડરાયના ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ, મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરા: વેરા નહીં ભરનારા વેપારીઓ સામે કોર્પોરેશનની લાલ આંખ! 5 દુકાનો સામે કાર્યવાહી કરી કરાઈ સીલ

 

[yop_poll id=”1″]

FB Comments