સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: ધોળે દિવસે કારખાનેદાર પર જીવલેણ હુમલાના CCTV આવ્યા સામે

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 23 સપ્ટેમ્બરે એક કારખાનેદાર પર હુમલો થયો હતો. હવે આ જ હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. માલિનીવાડીની આ ઘટના છે કે જ્યાં એમ્બ્રોડરીનો કારખાનેદાર પોતાની ઓફિસમાં બેઠો હતો એવામાં જ કેટલાક અસામાજિક તત્વો આવી ચડે છે અને ઝઘડો કરવા લાગે છે. શરૂઆતમાં તો કારખાનેદારે વિરોધ કર્યો પરંતુ સામે પાંચથી છ વ્યક્તિઓ અને કારખાનેદાર એકલો હતો.

READ  તો શું આ કાયદાની આંટીઘૂંટીને લીધે ગુજરાતમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? જાણો કેન્દ્રનો જવાબ

આ પણ વાંચો: અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો

આરોપીઓએ કારખાનેદારને પકડીને ઘેરી લીધો હતો. એકના હાથમાં છરી હતી તો બીજાના હાથમાં હતો લોખંડનો પાઈપ અને આ હથિયારો સાથે આરોપીઓ કારખાનેદાર પર તૂટી પડ્યા હતા. થોડા સમય માટે તો કારખાનેદારની ઓફિસ સમરાંગણ બની ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વર્ષ 2020માં અક્ષય કુમાર મચાવશે ધૂમ, આમિર અને સલમાન ખાનને આપશે ટક્કર ?

એક તરફથી છરીથી હુમલો થઈ રહ્યો હતો તો બીજી તરફથી લોખંડના પાઈપથી પ્રહાર થઈ રહ્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો કારખાનેદાર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ અસામાજિક તત્વો તેની પાસે ખંડણી માગતા હતા અને જ્યારે તેણે ખંડણી આપવાનો ઈનકાર કરી દીધો ત્યારે આરોપીઓએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

READ  ડીસાની બનાસકાંઠા APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.5100, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments