અમદાનાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટથી થયું વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

CCTV footage of girl hit by truck in Ahmedabad

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. બાદમાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો. તો બીજીતરફ પોલીસ લોકોને શાંત કરવા અને ટ્રાફિક હળવો કરવા માટે પ્રયત્નો કર્યા હતા. વસ્ત્રાલમાં સવારે એક વિદ્યાર્થિની સાઈકલ પર શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ તેનું મોત થયું છે.

READ  VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?

આ પણ વાંચો: ભરૂચમાં એવું તો શું થયું કે 100 થી 150 લોકો પોલીસની સાથે નર્મદા કાંઠે આખી રાત ભરે છે પહેરો!

અકસ્માતની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ પિન્કી મકવાણા હતુ. તે RAFના જવાનની દીકરી હતી. અને મોતીબા સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોનો આક્રંદ જોઈને સૌ કોઈના હૈયા ભરાઈ આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઉપરવાસમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

 

 

FB Comments