VIDEO: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગેંગવોર, CCTV જોઈને તમે પણ કહેશો, ફિલ્મ છે કે હકિકત

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગેંગવોર કેટલી હદે વધી ગયું છે. તેને ઉજાગર કરતા CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં સામસામે ગોળીબાર થતો હોય તેવી સ્પષ્ટ જોવા મળે છે. ઉજ્જૈનના મહાકાલ નગરી વિસ્તારમાં 21 જૂને રોનક ગુર્જર અને મોન્ટૂ ગુર્જર નામના શખ્સો વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. બંને ગેંગના શખ્સો સામસામે આવી ગયા હતા. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે. તે રીતે અંગત અદાવતમાં આ ગુંડાઓ એકબીજા પર ગોળીઓ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: PM મોદીના આ જબરા ફેનના સવાલનો જવાબ દિગ્ગજ લોકો પણ નહીં આપી શકે, માત્ર 8 વર્ષની છે ઉંમર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે રીતે ફિલ્મોમાં છૂપાઈ છૂપાઈને ગોળીબાર કરવામાં આવે છે. તે જ પ્રમાણેના દ્રશ્યો મહાકાલનગરીમાં જોવા મળ્યા હતા. ગુંડાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો. આખા વિસ્તારમાં બંદૂક લઈને દોડાદોડી કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. CCTVના આ દ્રશ્યો કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી રહ્યા છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે ગુંડાઓમાં પોલીસનો કોઈ ડર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

VIDEO: જમ્મુ-કાશ્મીરની અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ અને શિવભક્તો માટે ખુશખબર

Read Next

25 જૂનના રોજ એક APMCમાં એક પાક વેચાયો રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ, એક ક્લિક પર જાણો કઈ APMCમાં કયા પાક વેચાયા સૌથી મોંઘા

WhatsApp પર સમાચાર