12 વર્ષના સગીરે કાર ચલાવી અને 15 વાહનોને અડફેટે લીધા, જુઓ CCTV

અમદાવાદમાં ઈસનપુરમાં 12 વર્ષીય સગીરે કાર ચલાવવાની કોશિશ કરી હતી.  કાર પર સગીરે કાબૂ ગુમાવી દીધો હતો અને તેના લીધે 10થી 15 વાહનોને અટફેટે લીધા હતા.  રસ્તાં પર કાર સાથે અન્ય વાહન ઢસડાઈ રહ્યાં હતા અને તેને લોકો જોતા જ રહી ગયા હતાં. આ ઘટના અમદાવાદના ઈસનપુરમાં બની હતી અને બાદમાં ઈસનપુર પોલીસે સગીરની અટકાયત પણ કરી છે.  GJ 27 K 5883 નંબરની આ કાર 12 વર્ષનો એક છોકરો ચલાવી રહ્યો હતો. કોઈ મોટી જાનહાની ટળી છે પણ 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

FB Comments
READ  અમદાવાદમાં પ્રદૂષણનો મુદો ફરી ઉઠ્યો, જાણો કેવી છે શહેરની સ્થિતિ?