કેન્દ્ર સરકારના FCIમાં ફરજ બજાવતાં વડોદરાના અધિકારી 4 મહિનાથી ગાયબ, પરિવારે કહ્યું કે 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ કરીશું

વડોદરા શહેરના વતની અને કેન્દ્ર સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા અધિકારી નવાયાર્ડમાંથી ગુમ થઈ ગયા છે. 4 મહિનાથી પોલીસ આ ઘટનાને લઈને કોઈ નક્કર પુરાવા હાસિલ કરી શકી નથી જેના લીધે પરિવારજનો રોષે ભરાયાં છે. 

વડોદરામાં કેન્દ્ર સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા અધિકારી પવન શર્મા 4 મહિનાથી ગુમ છે. પોલીસે યોગ્ય કામગીરી ન કરતા પરિવારજનોએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. વડોદરા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સહાયક પ્રબંધક તરીકે ફરજ બજાવતા પવન શર્માની ઓક્ટોબર મહિનામાં પ્રમોશન સાથે છત્તીસગઢમાં બદલી થઈ હતી.

https://youtu.be/t23rLGPv82g

બદલીના થોડા દિવસ પછી પવનકુમાર નવાયાર્ડ વિસ્તારમાંથી અચાનક ગુમ થઈ ગયા હતા. જે અંગે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ લાંબો સમય થયો હોવા છતાં પોલીસ પવનકુમારને શોધવામાં નિષ્ફળ રહી છે. ત્યારે પવનના પરિવારજનોએ પોલીસ પર યોગ્ય કામગીરી ન કરવાનો આક્ષેપ કર્યો છે.

 

તો આ તરફ પરિવારનો એકમાત્ર આશરો ખોવાઈ જવાથી પરિવાર પર આફતના વાદળો તૂટી પડ્યા છે. પરિવારજનોએ પણ પવનને ઠેર ઠેર શોધ્યા પણ ક્યાંય પત્તો મળ્યો નથી. જેને લઈને પરિવારજનોએ પોલીસ પર રોષ વ્યક્ત કર્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે, જો પોલીસ દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેઓ પોલીસ સ્ટેશનની બહાર આમરણાંત ઉપવાસ પર ઉતરશે.

Delhi: MHA asks states to remain alert over violence during counting of votes tomorrow- Tv9

FB Comments

jignesh.k.patel

Read Previous

કોંગ્રેસ છોડીને ભાજપમાં મંત્રી બનેલાં જવાહર ચાવડાનું માણાવદરમાં આવી રીતે કરાયું સ્વાગત!

Read Next

ઈથોપિયન વિમાન ક્રેશ દૂર્ઘટના: સુરતના એક જ પરીવારના 6 લોકોના મોત નિપજ્યા

WhatsApp chat