દિલ્હી: સરકારે આપી લીલીઝંડી, આ એક નિર્ણયથી 40 લાખ લોકોને થશે ફાયદો

મોદી સરકારે દિલ્હીમાં બિનસત્તાવાર કોલોનીને નિયમિત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી છે. જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. કેન્દ્ર તરફથી આ કોલોનીને સત્તાવાર કરવા અંગે અંતે લીલીઝંડી આપી દેવાઈ છે. ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: CBI-EDની ટીમ પી.ચિદમ્બરમના ઘરે પહોંચી પણ દરવાજો ન ખુલતા દીવાલ કૂદીને ઘૂસવું પડ્યું

આ પણ વાંચો ;   નિત્યાનંદ આશ્રમ વિવાદ: 2 સાધ્વીઓના 5 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો હતો જે કોલોની બિનસત્તાવાર છે તેના નિયમન માટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર સાથે મળીને કામ કરશે. જેને લઈને નિવાસીઓને તેમનો હક મળી રહેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ કોલોનીઝને નિયમિત કરવા માટે બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી છે. ત્રણ શ્રેણીમાં 1797 કોલોનીઝનું વિભાજન કરવામાં આવ્યું હતું જે સરકારની જમીન પર બની છે.

READ  મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું થશે હવે ફેરફાર જેનાથી 40 લાખ લોકોને થશે ફાયદો?
1. દિલ્હીની આ તમામ ગેરકાયદે કોલોનીમાં પીએમ-ઉદય યોજના લાગુ થશે.
2. દિલ્હી રિફોર્મ્સ નિયમ મુજબ જૂનાં જમીનના કેસ પાછા ખેંચવામાં આવશે.
3. આ નિયમ બાદ જે કોલોનીમાં લોકો રહે છે તે પોતાના ઘરની માલિકી અંગે રજિસ્ટ્રી કરાવી શકશે.
4. રજિસ્ટ્રી થયા બાદ પાક્કી કોલોનીની જેમ તમામ સુવિધાઓ આપવામાં આવશે.
5. આ સિવાય 79 ગામડાંઓનું શહેરીકરણ કરી દિલ્હીમાં લઈ લેવાશે.

READ  મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સવારે 10.30 વાગ્યે નિર્ણય સંભળાવશે

 

 

FB Comments