ટ્રાફિક ચલણની રકમ કોના ખાતામાં જાય છે? જાણો એક ક્લિક પર..

1 સપ્ટેમ્બરથી દેશના મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં છે. તેના અમલ બાદ લોકોએ ટ્રાફિકના નિયમોને ભંગ કરવા બદલ ભારે દંડ ભરવો પડે છે. તાજેતરમાં જ દેશની રાજધાની દિલ્હીમાં 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનું ટ્રકનું ચલણ કાપવામાં આવ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોમાં જે ચલણ કાપવામાં આવી રહ્યા છે તેની રકમ કોના ખાતામાં જઈ રહી છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાપવામાં આવેલા ચલણમાંથી પ્રાપ્ત રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચલણની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. જો કે માત્ર દિલ્હીના કિસ્સામાં ચલણ અંગેના નિયમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે જ્યારે રાજ્ય સરકારની પરિવહન સત્તાધિકાર દિલ્હી સરકાર માટે જવાબદાર છે. ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બંનેને દિલ્હીમાં ચલણ કાપવાનો અધિકાર છે.

READ  VIDEO: દંપત્તિનો દમ! વૃદ્ધ દંપત્તિએ હંફાવ્યા ચોરોને, આમની હિંમત જોઈને તમે પણ શરમાઈ જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઘણી વાર એવું બને છે કે કોર્ટમાં ચલણની રકમ જમા થાય છે, આવી સ્થિતિમાં શું થાય છે? આવી સ્થિતિમાં ચલણની રકમ પણ રાજ્ય સરકારને જાય છે. દિલ્હી સહિત અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્કેલ બદલાય છે. જો દિલ્હીની ટ્રાફિક પોલીસ ચલણ લે તો આ રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જશે. એ જ રીતે, જો રાજ્ય પરિવહન ઓથોરિટીએ ચલણ કાપ્યું છે, તો આ રકમ દિલ્હી સરકારના ખાતામાં જશે કારણ કે રાજ્ય પરિવહન વિભાગ દિલ્હી સરકાર હેઠળ આવે છે.

READ  કલમ 370 નાબુદી: જુઓ કેવી પરિસ્થતિ છે જમ્મુ-કાશ્મીરમાં, શ્રીનગરમાં કલમ 144 લાગુ

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top News Stories From Gujarat : 21-01-2020 | Tv9GujaratiNews

FB Comments