ગુજરાતની દંગલ ગર્લ! ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ દીકરીઓને કરાટે સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડી

ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ પોતાની પુત્રીઓને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષાએએ પહોંચાડી દીધી. તો હવે તેની પુત્રીઓ હિંમતનગરમાં જાણે કે દીકરીઓ માટે રોલ મોડલ સ્વરુપ બની રહી છે કારણ કે પાંચ પુત્રીઓના પરીવારમાં ત્રણ પુત્રીઓએ પિતાનું નામ તો રોશન કર્યુ જ છે. સરકારે પણ પ્રતિ મહિના 5 હજાર રુપિયાની મદદ શરુ કરી છે. 
 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તસ્વીરમાં દેખાતીઆ દીકરીઓ દંગલ ફિ્લ્મની ગીતા અને બબીતા જેવો જ જોમ અને જુસ્સો ધરાવે છે તો પિતામાં પણ જાણે ઠાંસીને જુસ્સો ભરેલો છે.  તેઓપણ પોતાની દીકરીઓને આગળ વધારવા ઈચ્છે છે.  હિંમતનગર નજીક આવેલા હાપા ગામની આ દીકરીઓએ રમત ગમતમાં કરાટેમાં પોતાનુ કૌૈવત દેખાડી બતાવ્યુ છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચીને સિલ્વર મેડલ પણ મેળવી ચુકી છે.
હાપા ગામના ગજેન્દ્રસિંહ મકવાણાની દીકરી તોરલે પરીવારમાં સૌથી પહેલા કરાટેની તાલીમ લેવા માટે પહેલ કરી દેખાડી અને પરીવારે તે માટે તેના ચહેરા પર રહેલા જુસ્સા કરતા બમણાં જોમ અને જુસ્સાથી તેને 6 વર્ષ અગાઉ કરાટેની તાલીમ અપાવવી શરુ કરી હતી.  આ જોઈને તેમની બીજી દીકરી માયાએ પણ તોરલની જેમ કરાટે અજમાવવા શરુઆત કરી અને બાદમાં બિજલે પણ પોતાની બંને મોટી બહેનોની માફક કરાટેમાં જોડાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Female passenger molested at Mumbai's local railway station, arrested - Tv9

 

આમ ત્રણેય પુત્રીઓએ કરાટેમાં તાલીમ મેળવીને સ્થાનિક કક્ષાએથી સફળતા મેળવ્યા બાદ હરણફાળ મેળવવા લાગી છે. ત્રણેય બહેનોનો ધ્યેય છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કૌવત દેખાડવા માંગે છે અને એ માટે તેઓ સતત આ માટે પરીશ્રમ કરી રહી છે. 
 
મોટી પુત્રી તોરલ મકવાણા કહે છે કે  અમે પરીવારમાં 5 બહેનો છીએ અને જેમાં અમે ત્રણ બહેનો કરાટે શિખ્યા છીએ અને અમે નેશનલ સુધી બે બહેનો પહોંચ્યા છીએ. આગામી ટાર્ગેટ ઇન્ટરનેશલન ગેમ્સમાં ભાગ લેવાનો છે. બીજી સફળ પુત્રી માયા મકવાણા કહે છે કે અમે આ માટે ઘરે અને મેદાનમાં પણ તાલીમ મેળવવા માટે જઇએ છીએ.   નિયમીત રીતે તાલીમ મેળવીને અમે નેશનલ સુધી પહોંચ્યા છીએ.  આશા છે કે હજુ ઇન્ટરનેશલ લેવલ સુધી પહોંચીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
સૌથી મોટી દીકરી તોરલ હાલમાં 13 વર્ષની છે અને તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે તો બીજી પુત્રી માયા હાલમાં અગીયાર વર્ષની છે અને તે બ્રાઉન બેલ્ટ ધરાવે છે.  સૌથી નાની સાત વર્ષની બીજલે પણ બંને બહેનોના પગલે હાલ ઓરેન્જ બેલ્ટ હાંસલ કરી ચુકી છે.  તે પણ બ્લેક બેલ્ટ મેળવવાની ધગશ ધરાવે છે.
ગજેન્દ્રસિંહ મકવાણા આમ તો ચા ની નાનકડી દુકાન ધરાવે છે અને ચાની દુકાનથી સાંજ પડ્યે થતી ત્રણ આંકડાની માંડ આવકમાંથી પોતાના પરીવારનુ ગુજરાન કરે છે. ગુજરાન ચલાવાની સાથે કરાટેની તાલીમ દીકરીઓને આપવી અને તે માટે કરવો પડતો ખર્ચ એ તેમના માટે જાણે કે આભને સાંધવા રુપ હતું.  આમ છતાં પણ તેમણે મનને મક્કમ કરીને પોતાની પુત્રીઓને તેમના સપના પુરા કરવા શક્ય તમામ પ્રયાસો કર્યા અને એ જાણે કે હવે સફળતાને આંબી ચુક્યા છે. 
 
અરવલ્લીના સાઠંબા ગામના અને હાલ અમેરીકા રહેતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણે તેમની સફળતા મેળવવાને જોઇને આ બાળાઓ માટે મોંઘીદાટ સ્પોર્ટ કીટ પણ મોકલી આપી છે.  તેમને આગળ વધવા માટે પણ તમામ જવાબદારી માથે લેવાનુ તેમની શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ પરમારને વચન આપ્યુ છે. ત્રણ પૈકી બે પુત્રીઓ તોરલ અને માયા બંને નેશનલ સ્કુલ ગેમ્સમાં સફળતા મેળવી ચુકી છે અને તેઓ હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખિતાબ મેળવે તે માટે તૈયારીઓ કરાવી રહ્યા છે.
ગજેન્દ્રસિંહના મન તેમની પાંચેય દીકરીઓ દીકરા જ છે અને એટલા જ મનોબળથી દીકરીઓએ પણ પોતાને શક્તિશાળી દીકરા સમાન હોવાનુ પણ જાણે કે સાબિત કરી બતાવ્યુ છે.   હવે પિતા હોવા છતાં પણ હવે તેઓ દીકરીઓની સફળતાના નામથી જ ઓળખાવા લાગ્યા છે. કેન્દ્ર સરકાર પણ તેમની બંને પુત્રીઓ માટે હવે દર માસે 5 હજાર રુપિયા સહાય આપે છે. આમ હવે પુત્રીઓને તાલીમ અને અભ્યાસમાં પણ આર્થિક રીતે રાહત થઇ છે. 
 
સફળ પુત્રીઓના પિતા ગજેન્દ્રસિંહ મકવાણા કહે છે કે મારા માટે મારી પુત્રીઓ દીકરા જ છે અને એ રીતે જ તેમને આગળ વધારી છે. ચા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવું છું પણ આશા છે કે દીકરીઓ આંતરરાષ્ટ્રીય રમત સુધી પહોંચી શકશે. કરાટેના પ્રશિક્ષક જુજારસિંહ વાઘેલા કહે છે કે બે પુત્રીઓ નેશનલ ગેમ્સમાં સફળ થઇ છે અને એટલે જ તેમને સરકારે પણ સહાય આપવી શરુ કરી છે. બંને તૈયાર કરવા માટે તેના પિતા ચાની દુકાનમાંથી ઓછી આવક હોવા છતાં પણ તેઓએ સંઘર્ષ કર્યો. 
આમ તો સરકાર પણ સ્ત્રીઓને સશક્ત કરવા સ્ત્રી સશક્તિકરણના પ્રયાસો કરે છે પણ જો મન જ મજબુત હોય તો માસુમ દીકરીઓ પણ પોતાની જાતને દિકરા કરતા પણ વધુ મજબુત બની શકે છે એ વાતને પણ જાણે કે તોરલ, માયા અને બીજલના જુસ્સા અને સફળતાએ પુરવાર કરી બતાવી છે. 

"Enough is enough", Ayodhya hearing to end by 5 pm today, says CJI Ranjan Gogoi| TV9News

FB Comments