વાઈરસની સામેની લડાઈ વચ્ચે ખાબકશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી

Chance of rain in Gujarat, Meteorological Department reported
તસવીર પ્રતિકાત્મ છે.

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. હાલ ગુજરાતમાં લોકડાઉન છે અને તેની સાથે વાતાવરણ પણ પલટવાથી લોકોએ વરસાદ અને ઝડપથી ફૂંકાતા પવનનો સામનો કરવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હોય એવા ભારતના 75 જિલ્લામાં લોકડાઉન

Banaskantha, Valsad among other parts of Gujarat may receive light rain tomorrow aavtikale rajya na ketlak bhago ma kamosami varsad ni aagahi: Havaman Vibhag

આ પણ વાંચો :   DGP શિવાનંદ ઝાનું નિવેદન, લોક ડાઉનમાં ગુજરાતીઓનો મળ્યો સારો સહકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવામાન વિભાગની આગાહી મુજબ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી હવામાનમાં પલટો આવ્યો છે.  24 માર્ચે બનાસકાંઠા, કચ્છ અને દ્વારકામાં સામાન્ય વરસાદ પડશે તેમજ 25 માર્ચે સુરત, નર્મદા, તાપી, વલસાડ તેમજ ભાવનગર, અમરેલી અને પોરબંદરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. આ ઉપરાંત 26 માર્ચે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરત તેમજ નર્મદા, અને જૂનાગઢમાં થન્ડર સ્ટોમ સાથે વરસાદ અને પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે તો 27 માર્ચે દાહોદ અને છોટાઉદેપુરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  સુરત: લાજપોર જેલમાં સ્વજનને મળવાના 500 રૂપિયા લેતા હોવાનો VIDEO થયો વાયરલ

 

Oops, something went wrong.
FB Comments