ખરેખર ચોકીદાર નિકળ્યો ચોર, બેંક લોકરમાંથી ચોરી કર્યા 11 લાખના દાગીના

ચોરી કરેલા દાગીનામાં 25 તોલા સોનુ અને એક હિરા જડીત કડુ પણ સામેલ હતું. જેની કિમત અંદાજે 11 લાખ રુપિયા થાય છે. જ્યારે દાગીનાને લઈ બેંક કર્મચારીઓ પાસેથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા મહિલા ફરિયાદી આખરે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી.

ચૌકીદાર ચોર હે. આ જુમલો ચંદીગઢની મનીમાજરા સ્થિત એક બેંકના સિક્યુરીટી ગાર્ડ પર સાચો ઠરે છે. જેણે બેંકના લોકરમાં રહેલા 11 લાખના દાગીનાની ચોરી કરી. આ કેસની તપસામાં પોલીસને પણ ચક્કર આવી ગયા હતાં. પરંતુ સીસીટીવી ફુટેઝ તપાસ્યા પછી ચોરીનો ભેદ ઉકેલાયો.

 

READ  સરકારી ઈમારતોમાં થતી દુર્ઘટનામાં હવે સરકાર આપશે વળતર, માત્ર કર્મચારીઓ જ નહીં, સામાન્ય નાગરિકોને પણ કરાશે આર્થિક સહાય

બનાવની વાત કરીએ તો, 7 માર્ચ 2019નો છે. જ્યારે પંચકૂલાના સેક્ટર 6માં રહેતી દેવિકા મહાજન ચંદીગઢના મનીમાજરા સ્થિત બૈંક ઓફ કોમર્સના લોકરમાં મુકવાની જગ્યાએ બહાર જ ભુલી ગયા હતાં. પરંતુ ફરી વખત 13 માર્ચના દિવસે જ્યારે તે ફરીથી બેંકમાં ગયા ત્યારે તેમનુ લોકર ખાલી હતું. જેમાથી 11 લાખના દાગીના ગુમ થયા હતાં.

READ  ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, ભરૂચમાં શાકભાજીના ભાવ થયા બમણા

બેંકના તમામ કર્મચારીઓની પૂછપરછ બાદ શંકા સિક્યુરીટી ગાર્ડ અશોક કુમાર તરફ જતી હતી માટે પોલીસે સીસીટીવી તપાસ્યા બાદ ફરી એક વખત અશોક કુમારની પૂછપરછ કરતા તેણે ગુનો કબુલ્યો અને પોતાના ઘરમા વોશિંગ મશીનમાં સંતાડેલા દાગીના પણ પોલીસને સોંપ્યા. જેથી પોલીસે ચૌકીદાર ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Oops, something went wrong.
FB Comments