ચંદ્રયાન-2: જાણો 15 મિનિટમાં કેવી રીતે વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો

ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 શુક્રવારે મોડી રાત્રે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટરના અંતરથી દુર પોતાનો રસ્તો ભટકી ગયુ. આ વાતની આશંકા પહેલેથી જ લગાવવામાં આવી રહી હતી કે લેન્ડર વિક્રમ ચંદ્ર પર પહોંચ્યાની 15 મિનિટ ખુબ મહત્વની રહેશે.

લેન્ડર વિક્રમને મોડી રાત્રે લગભગ 1 વાગ્યે 38 મિનિટ પર ચંદ્ર પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પણ ચંદ્રની સપાટી પર પહોંચ્યાના લગભગ 2.1 કિલોમીટર પહેલા જ તેનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો, હાલમાં પણ વિક્રમ અને પ્રજ્ઞાનથી સંપર્ક થવાની સંભાવના છે પણ આ કોઈ ચમત્મકારથી ઓછુ નથી. કેવી રીતે 15 મિનિટમાં શું થયું અને કેમ ઈસરોનો સંપર્ક લેન્ડર વિક્રમથી તૂટી ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નાસાએ લેન્ડર વિક્રમની લીધી તસવીર, ઈસરો માટે ચંદ્રયાન-2ને લઈને નવી આશા

લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર પહોંચવામાં માત્ર 2 કિલોમીટરનું અંતર રહી ગયુ હતુ. રાત્રે લગભગ 1 વાગ્યે અને 38 મિનિટ પર લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ 1.44 મિનિટ પર લેન્ડર વિક્રમે ‘રફ બ્રેકિંગ’ના ચરણને પસાર કરી લીધુ હતુ.

ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેમની ઝડપ ઘટાડવાની શરૂ કરી 1.49 મિનિટ પર વિક્રમ લેન્ડરે સફળતા પૂર્વક તેમની ઝડપ ઘટાડી લીધી હતી અને ચંદ્રની સપાટી પર ખુબ નજીક પહોંચી ગયુ હતુ, રાત્રે લગભગ 1.52 મિનિટ પર ચંદ્રની સપાટી પર ઉતરવાના અંતિમ ચરણમાં ચંદ્રયાન-2 પહોંચી ગયુ હતું પણ ત્યારબાદ ચંદ્રયાનનો સંપર્ક ધરતી પર હાજર સ્ટેશન સાથે તૂટી ગયો.

READ  VIDEO: ભાજપના કટ્ટર વિરોધી હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનથી કોંગ્રેસ હેરાન-પરેશાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દુર રહી ગયુ હતુ. દરેક લોકોને સંભાવના થઈ ગઈ હતી કે ચંદ્રયાન તેમના મિશનને પુરૂ કરી લેશે. તે દરમિયાન અચાનક ઈસરોના કંટ્રોલ રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને વૈજ્ઞાનિકના ચેહરા પર ઉદાસી છવાઈ ગઈ.

READ  જુઓ વીડિયો : નડિયાદમાં કૂવામાં ખાબકેલા વ્યક્તિનું રેસ્કયુ ઓપરેશન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોઈને પણ કંઈક સમજ નહતી પડી રહી કે શું થયુ? ઈસરોના કંટ્રોલ રૂમમાં લાગેલી સ્ક્રીન પર આવી રહેલા આંકડા અચાનક રોકાઈ ગયા, ત્યારબાદ ઈસરોના ચીફ સીવન વડાપ્રધાન મોદી તરફ આગળ વધ્યા, ઈસરો ચીફે વડાપ્રધાન મોદીને ઘટનાની જાણકારી આપી અને બહાર નિકળી ગયા, થોડીવારમાં જ ઈસરોએ કંટ્રોલ રૂમમાંથી લાઈવ સ્ટ્રીમિંગ પણ બંધ કરી દીધી.

 

Oops, something went wrong.
FB Comments