ભારતના ચંદ્રયાન-2 મિશન પહેલા આ દેશોને પણ લાગી ચૂક્યો છે ઝટકો

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતરતા સમયે ઈસરોનો સંપર્ક તૂટી ગયો, સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈ પર હતું. લેન્ડરને રાત્રે લગભગ 1 વાગ્યે અને 38 મિનિટ પર ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પણ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈ પર ઈસરોનો સંપર્ક તૂટી ગયો.

વિક્રમ લેન્ડરે ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ચરણને સફળતાપૂર્વક પૂરૂ કરી લીધુ પણ ‘સોફટ લેન્ડિંગ’ પહેલા તેનો સંપર્ક તૂટી ગયો, તેની સાથે જ વૈજ્ઞાનિકો અને દેશના લોકોના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. ઈસરોના ચીફ કે.સિવન આ દરમિયાન ઘણાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા. તેમને જાહેરાત કરી કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈ પર હતું ત્યારે તેનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને બચાવી લીધો દેશમાં થતો એક મોટો આતંકી હુમલો

ભારતે વર્ષ 2008માં પ્રથમ ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં મોકલવામાં સફળતા મેળવી હતી. તે ચંદ્રયાન ચંદ્ર પર ઉતાર્યુ નહતુ. ચંદ્રયાન-1ને 22 ઓક્ટોબર 2008ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું.

આ પહેલા ઈઝરાયેલે પણ ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એન્જિનમાં ટેક્નીકલ સમસ્યા આવ્યા પછી તેની બ્રેકિંગ સિસ્ટમ નિષ્ફળ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ દુનિયાનું પ્રથમ ખાનગી ચંદ્ર અભિયાન હતુ. આ અભિયાનમાં જો ઈઝરાયેલને સફળતા મળતી તો તે રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર યાન ઉતારનારો ચોથો દેશ બની જતો.

અત્યાર સુધી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના કુલ 38 પ્રયત્નો થયા છે. તેમાંથી માત્ર 52 ટકા પ્રયત્નો જ સફળ રહ્યા છે. ચંદ્ર પર દુનિયાના માત્ર 6 દેશો કે એજન્સીઓએ તેમના યાન મોકલ્યા છે પણ સફળતા માત્ર 3ને મળી છે.

READ  AMCમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની રજૂઆતને હાઈકમાન્ડે નકારી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકા આ સિદ્ધીને 50 વર્ષ પહેલા પ્રાપ્ત કરી ચૂક્યુ છે. રશિયા અને ચીન પણ આ સિદ્ધી મેળવી ચૂક્યુ છે. ભારતનું આ મિશન જો સફળ થઈ જતુ તો ભારત ચંદ્રની સપાટી પર યાન મોકલનારો ચોથો દેશ બની જતો.

ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રથમ પ્રયત્ન વર્ષ 1959માં અમેરિકા અને સોવિયત રશિયા દ્વારા કરવામાં આવ્યો હતો. વર્ષ 1958માં જ ઓગસ્ટથી ડિસેમ્બર 1968ની વચ્ચે બંને દેશોએ કુલ 7 લેન્ડર મોકલ્યા પણ તેમાંથી કોઈ પણ સોફ્ટ લેન્ડિંગમાં સફળ ના થઈ શક્યા. અમેરિકાએ 4 પાયનિયર ઓર્બિેટર જ્યારે સોવિયત સંઘ તરફથી 3 લૂનર ઈમ્પેક્ટને મોકલવામાં આવ્યા હતા. સોવિયત સંઘે 1959થી 1976ની વચ્ચે લૂના પ્રોગ્રામ હેઠળ કુલ 13 વખત પ્રયત્નો કર્યા હતા.

READ  રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે અપોલો પ્રોગ્રામ હેઠળ અમેરિકાએ પ્રથમ વખત વ્યક્તિને ચંદ્રની સપાટી પર ઉતાર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ 6 યાન મોકલ્યા હતા. અમેરિકાને જુલાઈ 1969માં સફળતા મળી અને નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર પગ મુકનારા પ્રથમ વ્યક્તિ હતા.

ચંદ્રયાન-2 ચંદ્ર પર દુનિયાનું 110મું અને આ દાયકાનું 11મું અંતરિક્ષ અભિયાન છે. 109માંથી 90 અભિયાનોને 1958 અને 1976ની વચ્ચે ચંદ્ર પર મોકલ્યા હતા, ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર લેન્ડિંગનો ભારતનો પ્રથમ પ્રયત્ન હતો.

 

Oops, something went wrong.
FB Comments