ચંદ્રયાન-2: નાસાએ તસવીરો દ્વારા વિક્રમ લેન્ડરની શોધખોળ આદરી, જાણશે સાચું કારણ!

ભારત ચંદ્રયાન-2 માટે છેલ્લે સુધી લડી લેવા માગે છે. ઈસરો નાસા પાસે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની શોધખોળ કરાવી રહ્યું છે. નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધવા માટે પોતાનું ઓર્બિટર લેન્ડિંગ સાઈટ તરફ મોકલ્યું છે. નાસાના લૂનર રિકોનિસ્સેંસ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર આ વિસ્તારના ફોટો પણ લીધા છે. નાસાના વૈજ્ઞાનિક દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોમવારના દિવસે આ વિસ્તારમાં સ્થિતિ અનુકૂળ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી ઈસરો સેન્ટરથી 8 વાગ્યે કરશે સંબોધન, ચંદ્રયાન 2 વિશે આપી શકે છે માહિતી

આ પણ વાંચો :  VIDEO:કેપ્ટન કૂલ ધોનીએ 16 વર્ષના ક્રિકેટ કેરિયરમાં ખોલ્યું આ સૌથી મોટું રહસ્ય!

નાસાના વૈજ્ઞાનિક નોઆ દ્વારા કહેવામાં આવ્યું કે તેઓએ સોમવારના રોજ લેન્ડિંગ સાઈટ ઉડાન ભરી અને કેમેરા ટીમ તસ્વીરોનું મુલ્યાંકન કરી રહી છે. જેના લીધે આગામી દિવસોમાં અમને કંઈક જાણકારી મળનારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિલ્હીની માઉન્ટ આબુ સ્કુલનાં વિદ્યાર્થીનું નાની ઉંમરમાં મોટુ કામ, ગ્રહમંડળમાં શોધી કાઢ્યો ગ્રહ કે નાસા પણ રહી ગયું દંગ, હવે કરાશે વિશેષ સંશોધન

 

આ સિવાય અન્ય વૈજ્ઞાનિક પેટ્રોએ કહ્યું કે અમે સાવધાનીપૂર્વક તેની શોધ કરીશું. અમે બધા પ્રયાસો કરીશું, યથાસંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે જલદીથી જાણકારી મેળવી લઈશું કે મૂન લેન્ડરની સાથે શું થયું હતું?  આમ નાસની ટીમ વિક્રમ લેન્ડરને શોધવા માટે પ્રયત્નો કરી રહી છે.

 

 

Oops, something went wrong.
FB Comments