ગાંધીનગરમાં LRDનો વિવાદ વકર્યોઃ પરિપત્ર રદ કરાયો તો, બિનઅનામત વર્ગ દ્વારા આંદોલનની ચીમકી

LRDની ભરતીનો વિવાદ શાંત પડવાના બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે. અનામતને લઈને હવે સવર્ણ સમાજ પણ મેદાનમાં આવી ગયો છે. ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે અખિલ ભારતીય બિન અનામત સમાજે આવેદન આપ્યું છે અને માગ કરી છે કે 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ ન કરવામાં આવે. તેમણે બિન અનામત આયોગના અધ્યક્ષને લેખિતમાં આવેદન આપ્યું છે.

READ  VIDEO: મુખ્યપ્રધાન નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે, સંગઠન સંરચનાને લઈને બેઠકમાં થઈ શકે ચર્ચા

આ પણ વાંચોઃ મોડાસામાં યુવતીના અપમૃત્યુનો કેસઃ મૃતકના પરિવારે રાજ્યના અગ્ર સચિવ સાથે કરી મુલાકાત

આ આવેદન આપતી વખતે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ અને અન્ય સવર્ણ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સાથે જ અનેક ઉમેદવારોએ પણ તેમને સમર્થન આપ્યું હતું. દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે કે કેટલાક નેતાઓ ખોટા આવેદન આપીને અનામત અને બિન અનામત સમાજ વચ્ચે વેરઝેર ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ થશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

READ  LRD ભરતીમાં છેલ્લી ઘડીએ નિયમો બદલાતા ગાંધીનગરમાં મહિલાઓ ન્યાય માટે મેદાને


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ તરફ બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાનું કહેવું છે કે બિન અનામત સમાજના આગેવાનો અને મહિલાઓ તેમને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે બિન અનામત સમાજે આવેદન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બિનઅનામત સમાજની રજુઆતોના અભ્યાસ કરીને તે રાજ્ય સરકાર સુધી પહોંચાડશે.

READ  LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments