‘ચપ્પા ચપ્પા અફવાહ ચલે..’ લોકડાઉન ટ્રેક 14 કલાકારોએ ઘરે બેસીને જ રેકોર્ડ કર્યું!

"Chappa Chappa Afwah Chale", Sanjeev Kapoor and 13 others join hands to bust rumors regarding #COVID19.
કોરોનાવાઇરસ COVID-19ની આપદાના સમયમાં અફવાઓનું બજાર પણ ગર્મ થઈ ગયું છે. ત્યારે આ અફવાઓ વિરૂદ્ધ ગાયક હરિહરન અને બીજા 13 કલાકારોએ  સાથે મળીને બનાવી છે એક લૉકડાઊન ટ્રૈક. આ ગીતમાં તેઓ લોકોને સલાહ આપી રહ્યા છે અફવાઓથી બચવા માટે અને ચેતવી રહ્યા છે કે તેઓ કોરોના વાઈરસ જેવી આપદાને લઇ કોઇપણ પ્રકારની અફવાહ ના ફેલાવે.

ચપ્પા ચપ્પા અફવા ચલે… વિશાલ ભારદ્વાજની ફિલ્મ માચીસની ધુન પર આ ગીત બનાવાયુ છે. આની સૌથી ખાસ વાત તો એ છે કે આ કોઇ રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં નહી, પણ તમામ 14 કલાકારોએ તેઓના ઘરેથી જ રેકોર્ડ કર્યુ છે. ગાયક હરિહરન, રૂપ કુમાર રાઠોડ઼, સોનાલી રાઠોડ઼, ઈશાન દત્તા, શેફ સંજીવ કપૂર, રણવીર બ્રાર, મ્યૂઝીક પ્રોડ્યૂસર અક્ષય હરિહરન, એક્ટર કરન હરિહરન, કમ્પોઝર ઇમેન્યૂલ બર્લિન, ડાયમંડ જ્વેલર પુનિત ગુપ્તા, માર્કેટિંગ કંસલટેંટ રાકેશ શ્રીકુમાર, એડવોકેટ નદીમ લસાની સાથે મળીને આ ગીત બનાવવાની પ્લાનિંગ અને અક્ઝીક્યૂશન કર્યું છે.  માર્કેટિંગ ગુરૂ વિનોદ જી. નાયરએ. માત્ર 8 દિવસમાં આ ગીત તૈયાર કરી આજે ઓનલાઇન ડિજિટલ પ્રેસ કૉન્ફરન્સમાં લોંચ કર્યું છે.

READ  અમદાવાદમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યાં છે?, કામગીરીની સમીક્ષા માટે કમિટી કરાઈ નિયુક્ત
FB Comments