ગંદા હૈ પર ધંધા હૈ… ઘરના મંદિરમાં જ દેશી દારૂ છુપાવી વેચતી હતી આ મહિલા બુટલેગર, આવી પોલીસના સકંજામાં

અમદાવાદના છારાનગરમાં પોલીસે દરોડો પાડી એક મહિલા બુટલેગરની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મહિલા બુટલેગર ઘરના મંદિરમાં જ દેશી દારૂ છુપાવી વેચતી હતી.

મહિલા બુટલેગરનું મંદિર
મંદિરમાંથી દેશી દારુ ની પોટલીઓ કાઢી રહેલી બુટલેગર નીતુ પરમાર

ભગવાન માં શ્રધ્ધા રાખતી કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં મંદિર બનાવે. મંદિર પવિત્ર જગ્યામાં હોય અને પવિત્ર કાર્યો માટે મંદિર નો ઉપયોગ થાય, પરંતુ દારૂ ની ગેરકાયદે પ્રવુત્તિ માટે બદનામ સરદારનગરના છારાનગર ની એક મહિલાએ દારૂ સંતાડવા માટે મંદિર બનાવ્યું.

ભક્તિ-પૂજા માટે લોકો ઘરમાં મંદિર બનાવતા હોય છે, પરંતુ આ મહિલાએ દારૂ છુપાવવા માટે મંદિર બનાવ્યું હોવાનું માલુમ  પડતા પોલીસ પણ મ્હોમાં આંગળા નાખી ગઈ.

READ  Mumbai railway cops form teams to tackle water balloons thrown at commuters - Tv9 Gujarati

૩૧ મી ડિસેમ્બરને અનુલક્ષીને અમદાવાદ શહેર ઝોન-૪ ડીસીપીની આગેવાની હેઠળ સરદારનગરના છારાનગર-કુબેરનગર સહિતના વિસ્તારોમાં પોલીસે દરોડાઓ પાડી દારૂ વેચવા માટે કુખ્યાત વિસ્તારો અને બુટલેગરો ના ઘરો માં સર્ચ કરી દારૂનો જથ્થો ,દારૂ બનાવવા માટે વપરાતો વૉશ તથા અન્ય ચીજ વસ્તુઓ કબજે કર્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પોલીસ ની અલગ અલગ ટુકડીઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી હતી. જે લિસ્ટેડ મહિલા બુટલેગરો હતી, તેઓના ઘરોમાં મહિલા પોલીસને સાથે રાખી ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ ટુકડી કુબેરનગરના કૈકાડી વાસમાં રહેતી નીતુ પરમારના ઘરમાં પહોંચી તો ઘરમાંથી તો દારુ ન મળ્યો, પરંતુ ઘરના પ્રાંગણમાં જ બનાવવામાં આવેલ મંદિરને ચેક કરતા એક ડોલ માં છુપાવી રાખેલ દેશી દારુની પોટલીઓ મળી આવતા પોલીસે આ મહિલાને અટકાયતમાં લઇ લીધી હતી .

READ  પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા વધી

નીતુ પરમાર ભૂતકાળમાં પણ પોલીસ ના હાથે અનેક વાર ઝડપાઈ ચુકી છે અને પાસા હેઠળ જેલમાં પણ જઈ આવી છે, પરંતુ જેલમાંથી છૂટ્યા પછી તે દારૂના ધંધામાં પુનઃ કાર્યરત થઇ જતી હતી.

૩૧ ડીસેમ્બર ની પૂર્વ સંધ્યાએ પોલીસે યોજેલ મેગા ડ્રાઈવમાં ૨ઓ સ્થળોએ થી દારુ નો જથ્થો મળી આવતા ૨૦ ગુના દાખલ કરી ૧૫ જેટલી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

READ  Blackmoney is not a fundamental right : FM Arun Jaitley - Tv9 Gujarati

[yop_poll id=414]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments