રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા સૂપડાં સાફ?

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે.

છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા રમનસિંહ હાલ પોતાની બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે પરંતુ છેલ્લા 15 વર્ષોથી છત્તીસગઢમાં ભાજપ રાજ કરી રહ્યું છે ત્યારે આખરે કેમ ભાજપે આવી હારનો સામનો કરવો પડ્યો? શું હોઈ શકે તેની પાછળના કારણો? આવો જાણીએ…

READ  શું લાલકૃષ્ણ અડવાણીએ મૌન ધારણ કરી લીધું છે? સંસદમાં છેલ્લા 5 વર્ષોમાં બોલ્યા એટલા જ શબ્દો જેટલા બીજા ધોરણનો વિદ્યાર્થી ગાય પર એક નિબંધ લખે

છત્તીસગઢમાં ભાજપ કેમ હારી?

  • સળંગ 15 વર્ષથી રમનસિંહની સરકાર હોવાથી એન્ટીઇન્કમબન્સીનો ગેરલાભ
  • રાજ્ય સરકાર પ્રત્યે પ્રજામાં હતી નારાજગી
  • નકસલવાદ પર કાબૂ મેળવવામાં સરકાર નિષ્ફળ
  • ખેડૂતોને પોષણક્ષણ ભાવ નહીં મળતા હતો રોષ
  • માયાવતી-જોગીએ ભાજપના મતોમાં પાડ્યું ગાબડું

છત્તીસગઢમાં કૉંગ્રેસની જીતના કારણો

  • રમનસિંહ સરકાર વિરુદ્ધના માહોલનો ફાયદો મળ્યો
  • ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો રાજકીય લાભ ઉઠાવ્યો
  • ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે દેવા માફીની માસ્ટરસ્ટ્રોક યોજના
  • નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં બમ્પર મતદાન
  • દલિત-આદિવાસી વિસ્તારોમાં ભાજપને જાકારો
READ  VIDEO: અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન રવિ શંકરની હાજરીમાં ભાજપના એકતા અભિયાનમાં શહેર પ્રમુખની જીભ લપસી

[yop_poll id=208]

FB Comments