ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો: ધો.6ના પાઠ્યપુસ્તકમાં ગુજરાતના નકશામાં નથી છોટાઉદેપુર સહિત 6 જિલ્લાઓ!

ગુજરાત શિક્ષણ બોર્ડેનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. ધોરણ 6ના સામાન્ય વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં હજુ પણ ગુજરાતનો જૂનો નકશો જ છાપવામાં આવ્યો છે.

આ નકશામાં 26 જિલ્લા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કે હાલ ગુજરાતમાં 33 જિલ્લા છે. છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 6માં અભ્યાસ કરતા બાળકો જ્યારે નકશામાં પોતાનો જિલ્લો શોધવા લાગ્યા ત્યારે તેમને નિરાશા સાંપડી.

મહત્વનું છે કે 30 ઓગસ્ટ, 2013ના દિવસે વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાને અલગ કરવામાં આવ્યો છે. તો રાજ્ય શિક્ષણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ અધિકારીઓ હરકતમાં આવી ગયા છે અને ભૂલને સુધારવાના કામે લાગી ગયા છે.

આ પણ વાંચો: હવે જો ડ્રાઈવિંગ લાઈસન્સ ઘરે ભૂલી ગયા તો પણ ગભરાતા નહીં! જાણો 2 એવી મોબાઈલ એપ્સ વિશે જે તમને બચાવશે દંડથી!

વાલીઓમાં પણ રોષ

આ તરફ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું માનવું છે કે તંત્ર ઝડપથી આ ભૂલને સુધારીને નવા પુસ્તકો બાળકોને આપશે. પરંતુ ત્યાં સુધી તો બાળકો જૂના નકશા પ્રમાણે જ અભ્યાસ કરવાના છે. વાલીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે પુસ્તક બદલતા જેટલો સમય વેડફાશે અને બાળકોનું શિક્ષણ બગડશે તો તેના માટે જવાબદાર કોણ?

હવે જયારે આ બાબતને લઈ પાવીજેતપુરના શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કબૂલ કર્યું કે પાઠ્યપુસ્તકમાં વડોદરા જિલ્લો દર્શાવવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લો અલગ પડ્યો તે દર્શાવવામાં આવ્યો નથી.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Parts of Gujarat receive unseasonal rainfall - Tv9

FB Comments

Hits: 333

Comments are closed, but trackbacks and pingbacks are open.