છોટાઉદેપુર: લોકોના હાથે માર ખાવાનો સમય આવતા નેતાજી ભાગી છુટ્યા, ડ્રાઈવર આવી ગયો કર્મચારીના હાથે, ફેંટો અને લાતોથી થયું સ્વાગત, જુઓ આ વિડીયો

લોક રજૂઆતને વાચા આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્યને ઉભી પૂંછડીયે ભાગવુ પડ્યું, ડ્રાઈવર હાથે ચડી જતા વિજ કંપનીના કર્મચારીઓએ ફેંટો અને લાતોથી માર્યો માર

છોટાઉદેપુરમાં ભાજપના ધારાસભ્ય અભેસિંગ તડવીનો એક વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો MGVCL ની કચેરીનો છે. જ્યાં ધારાસભ્ય સ્થાનિકોની વેદનાને વાચા આપવા પહોંચ્યા હતા. કારણ કે, નસવાડી નગરમાં વિજળી ગુલ થવાની ફરિયાદો વારંવાર ઉઠતી હતી. પરંતુ ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે ધારાસભ્ય જાતે જ MGVCL ની કચેરીમાં સ્થાનિકોને સાથે લઈ પહોંચી ગયા અને અધિકારીને તાત્કાલીક ધોરણે વિજળી પહોંચાડવા માટે જણાવ્યું.

એક તરફ મતદારોની ઉગ્ર રજૂઆત અને બીજી તરફ ધારાસભ્યની દાદાગીરી ભર્યા આદેશો, પછી તો MGVCLના અધિકારીઓ પણ રોષે ભરાઇ ગયા અને ધારાસભ્યનો જ ઉધડો લઈ લીધો. પરંતુ અધિકારીઓનો ગુસ્સો જોઈ ધારાસભ્ય ઊભી પૂંછડીયે ભાગી ગયા. પરંતુ બિચારો ડ્રાઈવર અધિકારીના હાથે ચડી ગયો અને અધિકારીઓએ ડ્રાઇવરને ધોઇ નાખ્યો.

READ  મોરબી ભાજપમાં ભંગાણ? હળવદની સરકારી હોસ્પિટલમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ

Oops, something went wrong.

FB Comments