છોટા ઉદેપુરના દિવ્યાંગે વ્હીલચેરની સરકારી સહાય લેવાની ના પાડી, કહ્યું કે ‘વ્હીલચેર મને કમજોર બનાવી દેશે’

છોટા ઉદેપુરના વિકેશ કુસ્વાહા નામના દિવ્યાંગ યુવકે સહાયમાં મળતી વ્હીલચેર લેવાનો ઈનકાર કર્યો, દિવ્યાંગે સરકાર પાસે પગની સારવાર કરવાની માગ કરી કારણ કે વ્હીલચેર તેને કમજોર બનાવી દેશે.

વિકેશે હાલમાં જ દિવ્યાંગો માટે રાજ્ય સરકારે યોજેલા સાધન સહાય કેમ્પમાં સહાય લેવાનો ઈનકાર કરી દીધો. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગોને સાધનોમાં આપવામાં આવ્યા. જેમાં વિકેશને પણ વ્હીલચેર આપવાની હતી પરંતુ વિકેશે સહાય લેવાનો ઈનકાર કરી દીધો. કેમ કે વિકેશનું માનવું છે કે, તે વ્હીલચેર તેને કમજોર બનાવી દેશે. રાજ્ય સરકારને તે કહી રહ્યો છે કે, આપવો હોય તો પગ આપો. વ્હીલચેર આપીને મને કમજોર ના બનાવશો.

વિકેશ ભલે દિવ્યાંગ હોય પરંતુ તે શાળામાં અભ્યાસની સાથે પોતાના પરિવારને પણ એટલો જ મદદગાર થાય છે. તે પરિવારને ઘરના કામમાં હાથ આપે છે. તબીબોનો દાવો છે કે, યોગ્ય સારવારથી તેનો પગ ઠીક થઈ શકે છે. ત્યારે હંમેશા બાળકની ચિંતા કરતા વિકેશના પિતા રાકેશ કુસ્વાહની માગ છે કે, રાજ્ય સરકાર સાઈકલ આપીને કમજોર બનાવવાના બદલે પગ આપીને તેને વધુ મજબૂત બનાવે.

 

મહત્વનું છે કે, 12 તારીખે બોડેલીમાં એસેએસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં તજજ્ઞોની તપાસ બાદ દિવ્યાંગ બાળકોને ટ્રાઈસિકલ, કાનમાં સાંભળવાનું મશીન જેવા સાધનોની સહાય કરવામાં આવી હતી. સર્વ શિક્ષા અંતર્ગત કુલ 127 બાળકોને રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવી હતી. જો કે વિકેશે એમ કહીને સરકારની સહાય ઠુકરાવી દીધી છે, સાઈકલ તેને કમજોર બનાવી દેશે. તેના પરિવારજનોની માગ છે કે, રાજ્ય સરકાર વિકેશને પગ આપે. જેથી તે પોતાના સપનાઓ પૂરા કરી શકે.

ખેડૂત જગતને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન | Tv9Dhartiputra

FB Comments

jignesh.k.patel

Read Previous

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ખેડૂતોની સમસ્યાઓને જાણવા જાપાનીઝ મીડિયાએ નવસારી જિલ્લામાં ધામા નાખ્યા

Read Next

પત્રકાર ચિરાગ હંમેશા યાદોમાં પ્રજવલિત રહેશે, તે ક્યારેય નહીં બુઝાય, ટીવીનાઈન પરિવારે આપી સ્વ.ચિરાગને શ્રદ્ધાંજલિ

WhatsApp પર સમાચાર