ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!

પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધશે. ઈડી અને સીબીઆઈના દાવાને માનીએ તો ફક્ત આઈએનએક્સ મીડિયા જ નહીં પણ ચિદમ્બરમની હજારો કરોડની સંપત્તિ ભારત અને વિદેશમાં ફેલાયેલી છે. એફઆઈપીબી ક્લિયરન્સના કિસ્સામાં ચિદમ્બરમની ભૂમિકા આઈએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ સોદા સિવાયના અન્ય ચાર કેસોમાં તપાસવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

ઈડી અને સીબીઆઈ કહે છે કે પી.ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તપાસ શરૂ થયા બાદથી આગોતરા જામીન પર હતા અને તેઓએ પૂછપરછમાં ક્યારેય સહકાર આપ્યો ન હતો. આ ઉપરાંત તપાસના સંદર્ભમાં દરોડા દરમિયાન પકડાયેલા ઈ-મેઈલ્સ, હાર્ડ ડિસ્ક અને અન્ય દસ્તાવેજોમાં મની લોન્ડરિંગને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. ચિદમ્બરમને આ દસ્તાવેજો વિશે પૂછપરછ કરવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સબરીમાલા મંદિરના વિવાદઃ 800 વર્ષ જૂની આ પરંપરાના કારણે મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી

આઈએનએક્સ મીડિયા સિવાય આ કેસોમાં ચિદમ્બરમની ભૂમિકા શંકાસ્પદ છે. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ વિરુદ્ધ એરસેલ મેક્સિલ અને આઈએનએક્સ મીડિયાના કેસમાં હાલમાં તપાસ ચાલી રહી છે. આ સિવાય ડિયોગો સ્કોટલેન્ડ, કટારા હોલ્ડિંગ્સ, એસ્સાર સ્ટીલ અને એલ્ફોર્જમાં એફઆઈપીબી ક્લિયરન્સમાં ચિદમ્બરમની ભૂમિકા શંકાના દાયરામાં છે અને આ બધા કેસોમાં જલ્દીથી અલગ-અલગ કેસ કરી તપાસ શરૂ કરવામાં આવી શકે છે.

READ  PAK સેના અને લશ્કર ભારતમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું કરી રહ્યાં છે ષડયંત્ર?

આ પણ વાંચો: જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments