ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ યૌન શોષણના આરોપને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું ન્યાયતંત્ર જોખમમાં છે

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમની પર લાગેલા યૌન શોષણના આરોપને નકારી કાઢ્યો છે. તેમને કહ્યુ કે હું આ આરોપનો જવાબ આપવા નથી માગતો. તેમને કહ્યું કે ન્યાયતંત્ર જોખમમાં છે.

આવતા અઠવાડિયે ઘણા મહત્વપૂર્ણ કેસો મામલે સુનાવણી થવાની છે. તેથી જાણી જોઈને આવા આરોપ લગાવવામાં આવ્યા છે. એક મહિલા દ્વારા CJI પર યૌન શોષણનો આરોપ લગાવ્યા પછી સુપ્રીમ કોર્ટની એક સ્પેશિયલ બેન્ચે કેસની સુનાવણી કરી. તે દરમિયાન CJIએ કહ્યું કે શું ચીફ જસ્ટિસના 20 વર્ષના કાર્યકાળની સેવા પછી મારા એકાઉન્ટમાં ખાલી 6 લાખ 80 હજાર રૂપિયા છે. કોઈ પણ વ્યક્તિ મારૂ એકાઉન્ટ ચેક કરી શકે છે.

 

CJIએ કહ્યું કે મારા નોકર પાસે પણ મારાથી વધારે પૈસા છે. ઘણાં લોકો CJIની ઓફિસને નિષ્ક્રીય કરવા ઈચ્છે છે. લોકો પૈસાના મામલે મારા પર આંગળી ઉઠાવી શકતા નહોતા. તેથી આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. હું દેશના લોકોને ખાતરી આપવા માગુ છુ કે હું મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરીશ.

જેને મારા પર આરોપ લગાવ્યા છે, તે જેલમાં હતા અને હવે બાહર છે. તેની પાછળ કોઈ એક વ્યક્તિ નથી પણ ઘણા લોકોનો હાથ છે. CJIએ કહ્યું કે જે મહિલાએ આરોપ લગાવ્યો છે. તે 4 દિવસ જેલમાં હતી. મહિલાએ કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં નોકરી અપાવવાનું કહ્યું હતું અને પૈસા લીધા હતા.

 

Ahmedabad: Police,collector and corporation to hold joint meeting tomorrow after Surat fire incident

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જેટ એરવેઝના કર્મચારીઓને નોકરી આપવા માટે સોશિયલ મીડિયા પર શરૂ થયુ એક ઝુંબેશ

Read Next

‘કોફી વિથ કરણ’ શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

WhatsApp chat