નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને “NO ENTRY”, NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ

chief-minister-nitish-kumar-says-in-bihar-assembly-during-budget-session-2020-that-nrc-will-not-be-applicable-in-bihar-

ભાજપની સાથે ગઠબંધનની સરકાર હોવા છતાં નીતિશ કુમારે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરવામાં આવે તેવો પ્રસ્તાવ પારિત કરી દીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કેન્દ્રની ભાજપ સરકારને પત્ર લખ્યો છે કે તેઓ એનપીઆરના ફોર્મમાં અમુક બાબતો જે વિવાદાસ્પદ છે તેને બદલવામાં આવે છે. બિહારના સદનમાં ભારે હંગામો જોવા મળ્યો હતો અને ત્યાં નીતિશ કુમાર -તેજસ્વી સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત દલીલ કરી રહેલાં તેજસ્વીને નીતિશ કુમારે સંભળાવી દીધું કે તમારે કશું જ  બોલવાનો અધિકાર નથી. મારી સામે ફક્ત તમારા પિતા જ બોલી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

chief-minister-nitish-kumar-says-in-bihar-assembly-during-budget-session-2020-that-nrc-will-not-be-applicable-in-bihar-

આ પણ વાંચો :  સાંભળો સરકાર, ખેડૂતોની પોકાર! બજેટમાં શું છે ગુજરાતના ખેડૂતોની આશા?

READ  VIDEO: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ ?

એનપીઆરને લઈને પણ સુધારો
નવી સરકારે જે એનપીઆરનું ફોર્મેટ નક્કી કર્યું છે તેને બિહારમાં લાગુ નહીં કરવામાં આવે. 2010ના ફોર્મેટને જ બિહારમાં લાગુ કરવામાં આવશે તેવી બાહેંધરી નીતિશ કુમારની સરકાર દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારની સરકારના અમુક નેતાઓએ પણ એનપીઆર, સીએએ અને એનઆરસીને લઈને પાર્ટીમાંથી રાજનામું આપી દીધું છે.

READ  અમદાવાદના વિશાલા કેનાલમાંથી પેટ્રોલ પંપમાં મેનેજરની મળી લાશ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

chief-minister-nitish-kumar-says-in-bihar-assembly-during-budget-session-2020-that-nrc-will-not-be-applicable-in-bihar-

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ નીતિશ કુમારની સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કરીને એનઆરસી લાગુ નહીં થાય તેવી જાહેરાત કરી દીધી છે તો આ બાજુ એનપીઆરને લઈને વિવાદાસ્પદ ક્લોઝ હટાવીને જૂના 2010ના ફોર્મેટને લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભાજપની હાર થઈ છે અને હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે.

READ  NPR અને NRC મામલે ગૃહ મંત્રી અમિત શાહે કરી આ મોટી સ્પષ્ટતા, વાંચો વિગત

 

 

Oops, something went wrong.

FB Comments