બીજા લગ્ન ગેરકાયદે પણ તેનાથી પેદા થયેલું બાળક કાયદેસર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક મામલામાં નિર્ણય સંભળાવતા કહ્યું કે ભલે બીજા લગ્ન કરવા હિંદૂ મેરેજ એક્ટ હેઠળ ગેરકાયદે હોય પરંતુ તે સંબંધથી થયેલા બાળકને કાયદેસર માનવામાં આવશે અને તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની ના નહીં પાડી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીજા લગ્ન (જે અમાન્ય છે)થી પેદા થયેલું બાળક કાયદેસર છે અને તેને સહાનિભૂતિના આધાર પર નોકરી આપવાની ના ન પડી શકાય. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર.શાહની બેંચે કહ્યું કે જો કાયદો બાળકને કાયદેસર માને છે તો બીજા કોઈને એ પરવાનગી નથી કે તે બાળકને નોકરીથી વંચિક રાખવામાં આવે.

શું છે આ મામલો?

કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કેન્દ્ર સરકારે મુકેશકુમાર (નામ બદલ્યું છે)ને પ્રતિવાદી બનાવ્યો હતો. મુકેશના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. મુકેશ પિતાની બીજી પત્નીથી થયેલી સંતાન છે. પિતાની મોત બાદ મુકેશે સહાનુભૂતિના આધારે નોકરી માગી. રેલવેએ અરજી ફગાવી દીધી પરંતુ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે મુકેશના પક્ષમાં આદેશ કર્યો. મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે હિંદૂ મેરેજ એક્ટની કલમ-16 પ્રમાણે કહ્યું કે પહેલા લગ્નમાંથી છૂટાછેડા ન લીધા હોય અને બીજા લગ્ન કર્યા હોય તો તે લગ્ન અમાન્ય છે પરંતુ તે સંબંધથી પેદા થયેલું બાળક કાયદેસર છે. હાઈકોર્ટે કહ્યું કે રેલવે સહાનુભૂતિ નોકરીની અરજી પર વિચાર કરે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ લઈ જવામાં આવ્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સુપ્રીમ કોર્ટે નિર્ણયને સાચ્ચો ઠેરવ્યો

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સાચ્ચો ઠેરવ્યો. સુપ્રીમ અદાલતે કહ્યું કે હિંદૂ મેરેજ એક્ટની કલમ-16 (1) એવા બાળકોને પ્રોટેક્ટ કરવા માટે જ છે. કલમ-11 પ્રમાણે બીજા લગ્ન ગેરકાયદે છે પરંતુ એવા લગ્નથી પેદા થયેલું બાળક કાયદેસર છે. કોઈ પણ શરત સંવિધાનના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ન કરી શકે.

આ પણ વાંચો: સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકો 10 ટકા અનામત આપતા ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી, VIDEO

જો કાયદો બાળકને કાયદેસર માને છે તો એવા બાળકોને સહાનુભૂતિના આધારે નોકરી આપવાની ના ન પાડી શકાય. રેલવેના 1992ના એક સર્ક્યુલરને કોલકાતા હાઈકોર્ટ પણ ફગાવી ચૂકી છે જેમાં બીજા લગ્નથી પેદા થયેલા બાળકને નોકરી આપવાની ના પાડવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 3 મહિનામાં ઑથોરિટી નિર્ણય લે. કેન્ક્ર સરકારની યાચિકામાં કોઈ મેરિટ નથી.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Man stabbed to death in broad daylight, Rajkot - Tv9

FB Comments

Hits: 357

Comments are closed, but trackbacks and pingbacks are open.