વૃદ્ધ લોકોની સંભાળ રાખવાની જવાબદારી પુત્રવધુ અને જમાઈની પણ રહેશે, સંભાળ ના રાખી તો હવે થશે બેવડી સજા

Children in law will also be responsible for care of the aged garda loko ni sambhad rakhvani javabdari putravdhu ane jamai ni pan rahse sambahad na rakhi to have thase bevdi saja

વૃદ્ધ લોકોની સંભાળ રાખવાની જવાબદારી માત્ર દિકરા કે દીકરીની જ નહીં પણ પુત્રવધુ અને જમાઈની પણ રહેશે. આ જવાબદારી દત્તક લીધેલા અથવા સાવકા બાળકો પર પણ સમાન રીતે લાગૂ થશે. કેન્દ્ર સરકારે માતાપિતાનું સંચાલન અને કલ્યાણ અને વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007માં વધારો કરીને આ નવી વ્યવસ્થા કરી છે.

Children in law will also be responsible for care of the aged garda loko ni sambhad rakhvani javabdari putravdhu ane jamai ni pan rahse sambahad na rakhi to have thase bevdi saja

 

કેબિનેટે બુધવારે એક્ટમાં આ ફેરફારને મંજૂરી આપી. આ બિલને આગામી અઠવાડીયે સંસદમાં ચર્ચા કરવા માટે રજૂ કરવામાં આવી શકે છે. તે મુજબ હવે વૃદ્ધ લોકોની સંભાળ રાખવી દિકરાની સાથે જ પુત્રવધુ અને જમાઈની પણ કાયદાકીય જવાબદારી રહેશે. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે હવે આ બિલનો હેતુ દેશભરમાં એક રીતે વૃદ્ધોની સેવા અને સંભાળ લેવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'વાહ.. આને કહેવાય સેવા' અમદાવાદનું આ સેવા કેન્દ્ર વિમાનમાં 108 વૃધ્ધોને કરાવશે હરીદ્વારની યાત્રા

બિલની જોગવાઈઓમાં સુધારો કરતાં તેમાં દાદા-દાદી અને સાસુ-સસરાની સંભાળ રાખવાની જવાબદારી પણ સામેલ કરવામાં આવી છે. ત્યારે વૃદ્ધ લોકોની સારી રીતે સંભાળ નહીં કરનારા લોકોની સજા બેવડી કરી દેવામાં આવી છે. એટલે કે દોષી લોકોને અત્યાર સુધી મળતી 3 મહિનાની જેલની સજા વધીને 6 મહિનાની કરી દેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  2019ની ચૂંટણીમાં આ પહેલુ રાજ્ય છે કે જેના 168 બૂથ પર ફરી મતદાન યોજાશે, તમામ તૈયારીઓ માટે આદેશ આપી દેવાયા

 

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેઈન્ટેનન્સ માટે 10 હજાર રૂપિયાની મર્યાદા ખત્મ કરી દેવામાં આવી છે. મેઈન્ટેનન્સની રકમ વૃદ્ધોની આવક તેમજ તેમના બાળકો, કુટુંબ અને સબંધીઓની રહેવાની સ્થિતિ જોઈને નક્કી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રિબ્યુનલ તરફથી વૃદ્ધોની જાળવણી સંબંધિત અરજીઓનો મહત્તમ 90 દિવસમાં નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો અરજદારની ઉંમર 80 વર્ષથી વધુ છે તો 60 દિવસમાં તેનો નિકાલ કરવો પડશે. ત્યારે સરકાર દ્વારા સિનિયર સિટીઝન્સ કેર હોમ્સમાં વધારો, તેમને પોલીસ સ્ટેશનો સુધી પહોંચવામાં સરળતા પડે તે માટે નોડલ ઓફિસર તૈનાત રહે બિલમાં એ પ્રકારના ઘણા મહત્વપૂર્ણ સુધારાઓ ઉમેરવામાં આવ્યા છે.

READ  ભારતની લોકસભા-2019ની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે, અમેરિકાના નિષ્ણાંતોનો દાવો !

 

Top News Stories From Ahmedabad: 18/2/2020| TV9News

FB Comments