ચીનને મોડે મોડે થયું આત્મજ્ઞાન, મુંબઈ 26/11 આતંકવાદી હુમલો ‘સૌથી કુખ્યાત હુમલો’ હતો

આખરે ચીનને મોડેથી અંતરજ્ઞાન થયું હોય તેમ લાગી રહ્યું છે. 2008માં ભારતમાં મુંબઇ આતંકવાદી હુમલાનેે સૌથી કુખ્યાત હુમલા માંથી એક ગણાવ્યો છે. ચીનના શિયાનજિયાંગ પ્રાંતમાં આતંકવાદીઓના વિરૂદ્ધ મળેલી બેઠકમાં ચીન તરફથી શ્વેત પત્રમાં કહેવમાં આવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક સ્તર પર ફેલાયેલા આતંકવાદથી સૌ કોઇને નુકસાન થઇ રહ્યું છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને મિત્રો તરફથી ફાયદો થાય

આ શ્વેત પત્રમાં જ મુંબઇ આતંકવાદી હુમલાને સૌથી કુખ્યાત આતંકવાદી હુમલો કહેવામાં આવ્યો છે. જે સાથે જ કહેવામાં આવ્યું છે કે, આતંકવાદ અને ઉગ્રવાદ વિરૂદ્ધની લડાઇ તથા શિયાનજિયાંગમાં માનવ અધિકારીઓના સંરક્ષણની વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ત્રણ દિવસ પછી પણ પત્રકાર ચિરાગ પટેલના હત્યાનું કારણ અકબંધ રહેતાં, લોકોએ સોશિયલ મીડિયા પર #Justice4Chirag અભિયાન શરૂ કર્યું

ભલે ચીન તરફથી પોતાના શ્વેત પત્રમાં આતંકવાદ અંગે મોટા નિવેદનો આપવામાં આવી રહ્યા હોય પરંતુ ચીને હાલમાં જ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં વિઘ્ન નાખ્યું હતું.

બીજી તરફ ચીનના વિદેશ પરિષદ સૂચના કાર્યલયમાંથી જાહેર કરવામાં આવેલા શ્વેત પત્રમાં આતંકવાદ અંગે વિવિધ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. ભારત તરફથી પણ મસૂદ અઝહર સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો હોવાના કારણે પણ ચીન પર સતત દબાણ વધી રહ્યું છે.

READ  ભાજપના કેન્દ્રીય મંત્રીના આરોપ પર અભિનેતા રિતેશ દેશમુખે આપ્યો આ જવાબ

Oops, something went wrong.

FB Comments