વડાપ્રધાનના એલાનથી કાપ્યુ ચીન, ગુસ્સામાં આવી નરેન્દ્ર મોદીની વેબસાઈટ કરી બેન

China has blocked the official website of Narendra Modi
China has blocked the official website of Narendra Modi

લદાખના ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય સાથે હિંસક અથડામણ કર્યા બાદ ભારતે ચીન વિરુધ્ધ ઉઠાવેલ વિવિધ પગલા બાદ ચીન અકળાઈ ઉઠયુ છે. ભારતના પ્રતિકાર બાદ અકળાયેલા ચીને હવે ઈન્ટરનેટ ઉપર નરેન્દ્ર મોદીને બ્લોક કર્યા છે. જો કે ગલવાન ખીણની ઘટના બાદ નરેન્દ્ર મોદીને સોશ્યલ મિડીયામાં સવાલો કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીને ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ નથી લાદયો. નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ www.narendramodi.in ને ચીનના મોટા શહેરોમાં ઈન્ટરનેટ દ્વારા એકસેસ નથી કરી શકાતી.  જો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની rahulgandhi.in સાઈટ કોઈ જ પ્રકારની ખામી કે વિક્ષેપ વિના ખોલી શકાય છે.

READ  કલમ 370 પર કોંગ્રેસમાં પડી તિરાડ અને પક્ષના નેતાઓમાં વધ્યો અણબનાવ

ચીનના મોટા શહેરોમાં નરેન્દ્ર મોદીની વેબસાઈટ બંધ
ચીનમાં ઈન્ટરનેટ દ્વારા નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટને બેઈજીગ સહિતના મોટા શહેરોમાં એકસેસ નથી કરી શકાતી. આ અંગે એવુ કહેવાય છે કે, ઈન્ટરનેટના વપરાશ ઉપર જરૂરી નિયત્રણ અને પ્રતિબંધ લાદવા માટે સામ્યવાદી ચીન વિશ્વભરમાં જાણીતુ છે. આ સંજોગોમાં ચીનના લોકો નરેન્દ્ર મોદીની વેબાસાઈટ ખોલી ના શકે તે માટે ઈન્ટરનેટના ફાયરવોલ ઉપર જ કેટલાક નિયત્રણો લાદી દીધા છે. સર્વર સેન્સરશીપ ટુલના કરાયેલા ઉપયોગના કારણે ચીનના મોટા શહેરોમાં ઈન્ટરનેટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઈટ ખોલી શકાતી નથી.

READ  અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ

રાહુલ ગાંધીની વેબસાઈટ સરળતાથી ખુલી શકે છે.
ચીનના મોટા શહેરોમાં એક તરફ નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ ખુલી શકતી નથી ત્યા બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સત્તાવાર વેબસાઈટ સરળતાથી અને કોઈ જ પ્રકારના વિક્ષેપ વિના ખુલી શકે છે. જે સાબિત કરે છે કે ચીનને રાહુલ ગાંધીના કોઈ જ નિવેદનથી વિરોધ કે વાંધો નથી… ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણની ઘટના બહાર આવ્યા બાદ રાહુલ ગાંધી સતત સોશ્યલ મિડીયામાં વડાપ્રધાનને ઉદેશીને એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવી રહ્યાં છે.  વિદેશી વેબસાઈટ કે વિદેશી મહાનુભવની વેસબાઈટ જ ચીનના સત્તાધીશો દ્વારા પ્રતિબંધ કરાય છે તેવુ નથી. ભૂતકાળમાં ચીનમાં કરાયેલા લડાયક વિદ્યાર્થી આંદોલન સમયે પણ તે સમયના સત્તાધીશોએ ઈન્ટરનેટ માટે કેટલાક સેન્સરશીપ ટુલનો ઉપયોગ કરીને  જરૂરી કેટલાક નિયત્રણો લાદયા હતા.

READ  રાહુલ ગાંધી પર મમતા બેનર્જીનો હુમલો, કહ્યું 'રાહુલ બાળક છે'

 

FB Comments