ચીન મીડિયાએ ભારતને ઉશ્કેરવાનો કર્યો પ્રયત્ન, ‘ગમે તેટલાં પ્રયત્ન કરી લો તમારે અમારો સામાન જ ખરીદવો પડશે’

પુલવામા આતંકી હુમલાના જવાબદાર આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બચવનાર ચીન ભારતનું મજાક ઉડાવી રહ્યું છે. હાલમાં જ ચીને યુએનમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે પોતાના વિટોનો ઉપયોગ કર્યો હતો. જે પછી ચીનના સામાનનો બહિષ્કાર કરવાની મુહિમ ચાલી છે ત્યારે તેના પર ચીને કટાક્ષ કરતાં કહ્યું કે, ભારત ઇચ્છે કે ના ઇચ્છે પણ તેને ભારતના સામાનનો ઉપયોગ કરવાનો રહેશે.

ચીનના સરકાર અખબાર ગ્લોબલ ટાઇમ્સના અનુસાર, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે યુએનમાં ચીન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જે પછી ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ છે. પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ સાબિત થશે. ચીનના ગ્લોબલ ટાઇમ્સના અનુસાર ભારત ઉત્પાદન ક્ષેત્રે હજુ પણ અવિકસિત છે. અને તેમાં કૉમ્પિટિશનની ક્ષમતા નથી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારણસી પહોંચી પ્રિયંકા વાડ્રા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખુલ્લા હાથની મારામારી

સોમવારે પ્રકાશિત થયેલા એક બ્લૉગમાં ઉલ્લેખ હતો કે કે કેટલાક વિશ્લલેષકો મેડ ઇન ચાઇના પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરી રહ્યાં છે. છેલ્લા ઘણાં દિવસોથી #BoycottChineseProducts ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય થયું છે. તેમ છતાં આટલા વર્ષો બાદ પણ બૉયકોટનો પ્રોગ્રામ નિષ્ફળ જઇ રહ્યો છે. ભારત ચીનને સ્વીકારે કે ન સ્વીકારે ચાઇનીઝ પ્રોડક્ટ્સને પસંદ કરે કે ન કરે ભારતે મેડ ઇન ચાઇના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જ પડશે. ભારતમાં હજુ પણ મોટા પાયે ઉત્પાદન કરવાની તાકાત નથી.

જો કે આ લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા ઘણાં સમયથી ભારત અને ચીનના સંબંધ સારા થયા છે. જ્યારે બંને દેશો વચ્ચે વેપારના માધ્યમથી પણ નિકટતા આવી છે. પરંતુ સાથે જ લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લોકસભાની ચૂંટણી નજીક હોવાના કારણે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને લોકપ્રિયતા મેળવવા માટે ચીનનો બહિષ્કાર કરવામાં આવી શકે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે.

પીજીમાં સુઈ ગયેલી યુવતી સાથે અશ્લીલ હરકત CCTVમાં કેદ|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારણસી પહોંચી પ્રિયંકા વાડ્રા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખુલ્લા હાથની મારામારી

Read Next

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નવી ટીમ બનાવવાની જાહેરાત બાદ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ તેજ થઈ

WhatsApp પર સમાચાર