આતંકીઓને પેદા કરવાવાળા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ચીને દેખાડી તેમની અસલી હેસિયત, જાણો ઈમરાન ખાનના ચીન પોંહચવા પર કેવી રીતે થયુ તેમનું અપમાન

પાકિસ્તાન ભલે ચીનને પોતાનું માનતુ હોય પણ ચીનમાં જે ઘટના બની છે તેથી પાકિસ્તાન ચોંકી ઉઠયુ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ચીન પોંહચ્યા ત્યારે ચીનના પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, અને કોઈ મોટા નેતામાંથી કોઈ આવ્યુ ન હતુ. બીજિંગની મ્યૂનિસિપલ કમીટીના નાયબ સેક્રેટરી જનરલ લી લિફેંગે પાકિસ્તાનના વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ.

 

આ વાતથી પાકિસ્તાનના લોકો ભડકી ઉઠયા છે. ચીનના 4 દિવસના પ્રવાસ માટે ઈમરાન ખાન પહેલેથી જ ખુબ ઉત્સાહી હતા. ચીનને પોતાનું મિત્ર અને ભાઈ પણ બતાવી રહ્યા હતા. તેમના મિત્ર શી જિનપિંગને મળવાની પણ ખુબ ઈચ્છા હતી.

બીજિંગમાં વેલ્ટ એન્ડ રોડ સમિટનું આયોજન હતુ. પાકિસ્તાનના વડાપ્રધાનની સાથે રેલવે મંત્રી રાશિદ અહમદ અને તે સિવાય ઘણા મંત્રીઓ પણ આવ્યા હતા. ઈમરાન ખાન બિજિંગ પોંહચ્યા ત્યારે ચીનના કોઈ મોટા નેતા નથી તે જોઈને તે ચોંકી ઉઠયા હતા.

માત્ર મ્યુનિસિપલ કમેટીના નાયબ સેક્રેટરી આવ્યા હતા. આ જોઈને ઘણાં લોકોએ પાકિસ્તાનની નિંદા કરી તો ઘણાં લોકોએ ચીનની નિંદા કરી. તેની સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુબ મજાક ઉડી હતી.

 

Haren Pandya murder case: 8 convicted by SC surrender in Special Court in Ahmedabad | Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જલ્દી જ આવશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ કરી જાહેરાત

Read Next

ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરૂધ્ધ નોંધાશે FIR

WhatsApp પર સમાચાર