અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનના પેટમાં રેડાયું તેલ, જાણો શું છે વિવાદ?

china-objected-to-amit-shah-arunachal-pradesh-visit-india-gave-a-befitting-reply

અરુણાચલના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થવા માટે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા તો ડ્રેગનના પેટમાં તેલ રેડાયું છે. આ ઉપરાંત તેઓ ત્યાં રસ્તાઓ અને ઉદ્યોગની કેટલીક પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરવાના છે. જો કે ચીને અરુણાચલમાં ભારતીય નેતાઓના આવવાને લઈને આપત્તિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવે છે અને તેના પર દાવો કરે છે. આમ અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના

china-objected-to-amit-shah-arunachal-pradesh-visit-india-gave-a-befitting-reply

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતે શું આપ્યો જવાબ?
ચીનના વલણ પણ ભારતે જવાબ આપ્યો કે ચીનનું એવું કહેવું કે શા માટે અમિત શાહ અરુણાચલના પ્રવાસે આવ્યા તે ખોટું છે. ભારતના શીર્ષ નેતાઓ વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરે છે અને અરુણાચલ પણ ભારતનો જ હિસ્સો છે. આમ ચીનનો વિરોધ અતાર્કિક છે. ઉલ્લેખનીય છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે તેઓ ચીન-ભારતની પૂર્વી સીમા મામલે જૂના વલણ પર છે. ચીને અરુણાચલને ભારતના હિસ્સા તરીકે માન્યતા આપી નથી અને આ મુલાકાતથી ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન થયું છે.

READ  ગુજરાતમાં કોરોના વાઈરસનો કેર: પાટણમાં કોરોનાના વધુ 3 અને ભાવનગરમાં વધુ એક કેસ પોઝિટિવ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments