NSGમાં ભારતની એન્ટ્રી પર ચીને ફરી કરી અવળચંડાઈ

ચીને ભારતની ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ(NSG)માં એન્ટ્રી પર ફરી બ્રેક લગાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજિંગે કહ્યું કે ભારતની સભ્યતાના મુદ્દે કઝાકિસ્તાનની આધુનિક રાજધાની અસ્તાનામાં યોજાનારી NSGની બેઠકના એજન્ડામાં નથી. ચીને સભ્ય દેશોની વચ્ચે સર્વસંમતિ બનાવવા માટે કોઈ સમયમર્યાદા આપવાથી ઈનકાર કરી દીધો છે.

48 સભ્યોના ગ્રુપનું ગ્લોબલ ન્યૂક્લિયર કોર્મસ પર નિયંત્રણ છે. ચીન NSGમાં ભારતની સભ્યતા પર વારંવાર અડચણરૂપ થયુ છે. 20-21 જૂને અસ્તાનામાં યોજાયેલી બેઠકમાં જવાબ આપતા પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાયલના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે NSGમાં NPT પર હસ્તાક્ષર ન કરનારા દેશોની એન્ટ્રી પર ચર્ચા કરવામાં નહી આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લુ કાંગેએ કહ્યું કે તેમનો દેશ ભારતનો રસ્તો નથી રોકી રહ્યું. તેમને કહ્યું કે NSGના નિયમ અને કાયદાનું પાલન થવું જોઈએ. NSGના વધારે સભ્ય દેશ ભારતના સમર્થનમાં છે. તેની પર લુએ કહ્યું કે હું ભારત માટે એ નથી કહી શકતો કે ચીન તેમનો રસ્તો રોકી રહ્યું છે પણ તે જરૂર કહીશ કે NSG એક અપ્રચાર તંત્ર છે અને તેના ઘણાં નિયમ અને કાયદા છે અને સભ્યોને તેનું પાલન જરૂર કરવુ જોઈએ. નિર્ણય સર્વસંમતિથી થવો જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મે 2016માં ભારતે NSGની સભ્યતા માટે આવેદન કર્યુ હતુ. ત્યારથી ચીન આ વાત પર ભાર મુકી રહ્યું છે કે પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કરનારા દેશોને જ ગ્રુપના સભ્યો બનાવવામાં આવે. ભારત અને પાકિસ્તાને NPT પર હસ્તાક્ષર કર્યા નથી. પાકિસ્તાને પણ 2016માં NSG સભ્યતા માટે આવેદન કર્યુ હતું.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ

 

Top News Stories From Gujarat :22-07-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

પેડી (ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2200 અને ન્યુનત્તમ ભાવ રહ્યા રૂ.1350, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Read Next

VIDEO: સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ આવ્યું સામે, મગફળી કરતા વધુ જોવા મળી માટી

WhatsApp પર સમાચાર