ચીનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં વધુ 139 લોકોના મોત

China reports 139 more virus deaths in hard-hit province china ma corona virus na karan e 24 kalak ma vadhu 139 loko na mot

ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે. આ બિમારીથી મોતની સંખ્યા 1,523 થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ આ બિમારીથી ચીનમાં 139 લોકોના મોત થયા છે. કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા હુબેઈ પ્રાંતમાં આ બિમારીએ 2,420 નવા લોકોને પોતાની ઝપેટમાં લીધા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: આજથી રાજ્યભરમાં ST બસ સેવા રાબેતામુજબ શરૂ, રાજ્યમાં ચાર ઝોનમાં બસ સેવા શરૂ

ચીનના નેશનલ હેલ્થ કમીશનના અધિકારીઓએ કહ્યું કે શુક્રવારે હુબેઈ પ્રાંતમાં આ બિમારીથી 139 લોકોના મોત થયા છે અને મોતનો આંકડો 1,523એ પહોંચ્યો છે. ચીનના વુહાનમાં નવી હોસ્પિટલમાં ભરતી નોવેલ કોરોના વાયરસ નિમોનીયાના દર્દીની સંખ્યા 1 હજાર સુધી પહોંચી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગર જિલ્લામાં કોરોના બાદ હવે તીડની આફત, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

 

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપ શરૂ થયા પછી ચીનના આનન-ફાનનમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર રીતે પીડિત લોકોની સ્થિતી સ્થિર બનેલી છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે તેમના 1,716 સ્વાસ્થ્ય કર્મચારી કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમેરિકાની વધુ એક કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું માનસિક-શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે, ખર્ચનું પ્રમાણ વધશે

FB Comments