કોરોના વાઈરસની જે હકીકત ચીન છૂપાવી રહ્યું હતું તેના વિશે કર્યો ખૂલાસો, જાણો વિગત

Coronavirus death toll reaches 213 in China

ચીનમાં કોરોના વાઈરસના કહેર ઓછો થયો છે એવો દાવો આંકડા દ્વારા કરવામાં આવે છે. જો કે ચીન પર એવો આરોપ વિશ્વના વિવિધ દેશો લગાવી રહ્યાં છે કે તે કોરોના વાઈરસના ડેટાને ચીન છૂપાવી રહ્યું છે. જો કે ચીન કહીં રહ્યું છે તેઓ ડેટા દર્શાવવા અંગે અન્ય દેશ કરતાં પારદર્શક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે સિવિલ સર્જનની બદલી, ડૉક્ટર પંકજ બૂચને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો

peak-of-coronavirus-epidemic-has-passed says china Health Commission

આ પણ વાંચો :  કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ

 

ચીને સ્વીકાર્યું કે તેઓ કેવી રીતે કોરોના વાઈરસના દર્દીઓની ગણતરી કરી રહ્યું છે. ચીનમાં ફક્ત એવા લોકોને જ કોરોના વાઈરસના દર્દી તરીકે ગણવામાં આવતા હતા જે લોકોમાં કોરોના વાઈરસના લક્ષણ હોય અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય. જો કોઈ એવા દર્દીઓ હોય કે કોરોનાના લક્ષણ ના દેખાયા હોય અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો તેને કોરોના વાઈરસના દર્દી તરીકે ગણવામાં આવતા નહોતા.

READ  વલસાડમાં એસ.ટી કર્મચારી મંડળના પ્રમુખ ફરજ ઉપર હાજર થતા મચ્યો હોબાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને એક નિવેદન આપ્યું છે જેમાં જણાવ્યું કે કોરોનાથી સંક્રમિત એવા 1541 લોકો છે જેમાં કોરોના વાઈરસના કોઈ જ લક્ષણ દેખાયા નથી. આમ ચીને પોતાના ડેટામાં આવા લોકોનો સમાવેશ કર્યો નથી. આ 1541 લોકોમાંથી 205 લોકો એવા લોકો જે વિદેશી છે. જો કે ચીને એવું પણ સ્પષ્ટ કર્યું નથી કે આ લોકોને રિકવર થયેલાં લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે કે નહીં. આમ ચીને કોરોના વાઈરસ અંગે આ મોટી હકીકત દુનિયાથી છૂપાવી છે.

READ  ઓનલાઈન શિક્ષણ બંધ થતાંની સાથે જ શિક્ષણ વિભાગનો વધુ એક મહત્વનો નિર્ણય, ખાનગી શાળામાં મેદાન નહીં હોય તો થશે કાર્યવાહી

 

Oops, something went wrong.
FB Comments