ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા કાશ્મીર મુદ્દે મારી પલટી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર પોતાનું વલણ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ મુદ્દે દ્વિપક્ષીય રીતે ઉકલે લાવવો જોઇએ. મહત્વનું છે કે ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પ્રસ્તાવ મુજબ ઉકેલ લાવવાની વાત કરી હતી. જિનપિંગની ભારત યાત્રાની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગએ મંગળવારે પત્રકારે પરિષદમાં જિનપિંગના પ્રવાસ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરી ન હતી. જો કે ચીનના અધિકારીઓનું કહેવું છે કે જિનપિંગની ભારત યાત્રા વિશે બુધવારે દિલ્હી અને બીજિંગમાં એક સાથે જાહેરાત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં કેપ્ટન કોહલીએ આ ભારતીય ક્રિકેટરને પાછળ છોડીને બનાવ્યો 'વિરાટ' રેકોર્ડ

આ પણ વાંચોઃ દશેરામાં દેખાઈ મંદીઃ કાર અને બાઈકના વેચાણમાં 25 ટકા જેટલો ઘટાડો…જુઓ વિશેષ અહેવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત આવે તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન પહોંચ્યા હતા. ઇમરાન ચીન પહોંચે તે પહેલા સોમવારે પાકિસ્તાન સેનાના વડા કમર જાવેદ બાજવા પણ ચીન પહોંચી ગયા હતા. બેજિંગમાં એરપોર્ટ પર ઈમરાનનું સ્વાગત ચીનના સંસ્કૃતિ અને પ્રવાસ મંત્રી લુઓ શુંગાંગે કર્યું. ઇમરાન મુલાકાતમાં આતંકના મુદ્દે એફએટીએફની કાર્યવાહીથી બચવા માટે ચીન પાસે મદદ માંગશે.

READ  અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments