ચીનની ‘બેટ વુમન’એ કહ્યું કે કોરોના તો હજુ નાની શરૂઆત, ફેલાઈ શકે છે ઘણાં વાઈરસ!

China's 'bat woman' researcher warns coronavirus is just 'tip of iceberg'

દુનિયાભરમાં કોરોના વાઈરસના 55 લાખથી વધારે કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના લીધે 3.5 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. મહામારીએ મોટા મોટા દેશને ઘૂંટણીયે લાવી દીધા છે. અનેક દેશ કોરોના વાઈરસના લીધે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. હવે ચીનની વાયરોલોજીસ્ટ શી ઝેંગલીએ કહ્યું છે કે જે વાઈરસ વિશે જાણકારી મળી રહી છે તે સમસ્યાનો એક નાનો ભાગ છે. આમ તેઓએ ઈશારો કર્યો કે આ વાઈરસ તો હજી કંઈ જ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  90 હજાર રુપિયાની લાંચ લેતા મામલતદાર સહિત 4ને ACBએ રંગેહાથ ઝડપી લીધા, વાંચો વિગત

China's 'bat woman' researcher warns coronavirus is just 'tip of iceberg'

આ પણ વાંચો :   રેલવે વિભાગનો વધુ એક ધબડકો, જે ટ્રેન બિહાર જવાની હતી તે પહોંચી ગઈ કર્ણાટક!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શી ઝેંગલી ચામાચિડીયા પર સંશોધનને લઈને જાણીતી મહિલા વાયરોલોજીસ્ટ છે. તેઓએ ચીનની ટેલિવિઝનથી વાતચીત કરતાં આ વાત કહીં છે. શી ઝેંગલીએ કહ્યું કે આ મહામારીમાં વૈશ્વિક ભાગીદારીની જરૂર છે. વાયરોલોજીસ્ટ શી ઝેંગલીને ચીનમાં બેટ વુમન કહેવામાં આવે છે. તેઓ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડાયેરક્ટર પણ છે. જો કે તેઓએ એક સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કસમ ખાઈને કહ્યું હતું કે આ વાઈરસ વુહાનની લેબમાંથી નથી નીકળ્યો અને મહામારીને વુહાનની લેબ સાથે કોઈ જ લેવા દેવા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણાં દેશના નેતાઓ આ વાઈરસની પાછળ વુહાનની લેબનો હાથ હોવાનો દાવો કરે છે.

READ  VIDEO: PM મોદીના આ જબરા ફેનના સવાલનો જવાબ દિગ્ગજ લોકો પણ નહીં આપી શકે, માત્ર 8 વર્ષની છે ઉંમર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ ચેનલના ઈન્ટરવ્યુમાં કહ્યું કે વાઈરસના સંશોધન માટે વૈજ્ઞાનિકો અને સરકારોએ પારદર્શક થવું જોઈએ. વિજ્ઞાનનું રાજનીતિકરણ દુભાગ્યપૂર્ણ છે. આપણે પહેલાંથી પ્રાણીઓમાંથી નીકળતા વાઈરસ વિશે જાણકારી મેળવવી પડશે તો જ આપણે પહેલાં ચેતવણી આપી શકીશું. જો આપણે આ વાઈરસને નહીં જાણીએ તો પછી તે ફેલાઈ જશે અને રોગચાળો ફાટી નીકળશે.

READ  વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

 

Oops, something went wrong.

 

 

FB Comments